ઠેબા ગામની યુવતી ગુમ

May 22, 2018 at 1:07 pm


જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતી મનીષાબેન કાનજીભાઇ મકવાણા ઉ.વ.20 નામની યુવતી ગત તા.19ના સમય દરમ્યાન ઘરેથી કોઇને કહ્યાં વિના ચાલી ગયા બાદ લાપતા બની છે, આ અંગે પંચકોશી એ માં ગુમ થયાનું જાહેર કરાયું છે, ગુમ થનાર યુવતીએ શરીરે બ્લ્યુ કલરનો પંજાબી ડે²સ પહેરેલ છે, આ અંગે કોઇને પતો મળે તો પોલીસનો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

ગોઇંજ ગામનો યુવાન લાપતા

ખંભાળીયાના ગોઇંજ ગામમાં રહેતા જેઠા વિરમભાઇ વિંજોડા (ઉ.વ.56) એ સલાયા મરીન ખાતે કરેલી જાણ મુજબ તેમનો પુત્ર મહેશભાઇ (ઉ.વ.30) ગત તા. 14ના સવારના સુમારે હું મારી માં ને શોધવા જાઉંછુ એમ કહીને પોતાનું મોટરસાયકલ લઇ ખંભાળીયા નીકળી ગયો હતો દરમ્યાન ઘરે પરત નહી આવતા કોઇપણ રીતે ગુમ થયો છે તેણે શરીરે બ્લુ સફેદ કલરનો લાઇનીગવાળો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે, યુવાન પાતળા બાંધાનો અને ઘઉવર્ણો છે, આશરે છ ફºટની ઉંચાઇ ધરાવે છે, આ વર્ણનવાળા યુવક અંગે કોઇને જાણ થાય તો સલાયા પોલીસનો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયુ છે.

જામનગરમાં એકટીવાની ઠોકરે વૃધ્ધાને ફ્રેકચર

જામનગરના સત્યમકોલોની રોડ પ્રસાદનગરમાં રહેતી મુરીબેન તેજાભાઇ ગોહીલ (ઉ.વ.65) નામના વૃધ્ધા ગઇકાલે એસટી ડેપો સામે રોડ ક્રાેસ કરવા જતા હતા ત્યારે એકટીવાના ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી વૃધ્ધાને ટકકર મારીને પછાડી દીધા હતા, આ અકસ્માતમાં વૃધ્ધાને ફ્રેકચર સહિતની ઇજાઆે પહાેંચાડી ચાલક નાશી છુટયો હતો, મુરીબેન દ્વારા સીટી-એ માં અજાÎયા એકટીવાના ચાલક વિરુધ્ધ ફરીયાદ કરવામાં આવી હતી.

Comments

comments