ડભોઇ નજીક ગટર સાફ કરવા ઉતરેલા 7ના મોત

June 15, 2019 at 10:25 am


Spread the love

ડભોઇ તાલુકાનાં ફરતીકૂઇ નજીક આવેલી દર્શન હોટલમાં મોડી રાતનાં આશરે 11 કલાકે એક મજૂર હોટલનો ખાડકૂવો સાફ કરવા માટે નીચે ઉતર્યો હતો. જેને ગૂંગળામળનાં કારણે બૂમો પાડી હતી જેના કારણે તેને બચાવવા અન્ય 6 જણ પણ ખાડકૂવામાં ઉતયર્િ હતાં. આ તમામ સાત જણનાં અંદર જ મોત થયા છે. સમગ્ર બનાવની જાણ ડભોઇ ફાયર અને પોલીસને થતાં પોલીસ કર્મીઓ 108 એમ્બ્યુલન્સ અને ફાયરના કર્મચારીઓ સ્થળ ઉપર પહોચ્યાં હતાં અને રાહત કામગીરી શરૂ કરી હતી. અહીંનો માલિક હોટલ બંધ કરીને ફરાર થઇ ગયો છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે ડભોઇ તાલુકાનાં થૂવાવી ગામના ચાર લોકો ફરતીકૂઈ નજીક આવેલી દર્શન હોટલના શૌચાલયના પાણી અને મળના નિકાલ માટે બનાવેલા ખાળકૂવાની સફાઈ માટે અંદર ઉતયર્િ હતાં. ડભોઇ થૂવાવી ગામના રહીશ મહેશ મનીલાલ હરીજન રહે. વસાવા ફડીયા,થૂવાવી, 2. અશોક બેચરભાઈ હરીજન રહે વાટા ફાડીયા થૂવાવી, 3. અશોકભાઈનો પુત્ર હિતેશ અશોકભાઈ હરીજન હોટલના માલીકનાં કહેવાથી હોટલનો ખાળકૂવો રાતે 11 કલાક પછી સફાઈ કરવા ઉતાયર્િ હતા. જેમાં થૂવાવી ગામના જ મહેશ રમણભાઈ પાટણવાડીયાના ટ્રેક્ટર લઈ મળ ભરી લઈ જવા આવ્યા હતા.

જેમાં મહેશ મણીલાભાઈ હરીજન ખાડકૂવો સાફ કરવા ઉતરતા તને ખારકૂવાનાં ઝેરી ગેસ ને કારણે ગૂંગળામણ થવા લાગતાં તે ખાળકૂવામાં પડી ગયો હતો. જેને બચવા એક પછી એક અંદર કૂદી પડતા ચારેયનાં અંદર જ મોત નીપજ્યાં છે. આ બનાવ બનતા ત્યાં જ હોટલમાં રહી વેટરની નોકરી કરતાં ત્રણ વ્યક્તિઓ પણ ખાડકૂવામાં કૂદ્યાં હતાં. તેઓ પણ ખાડકૂવામાં જ મૃત્યું પામ્યા હતાં.

આ વાતની જાણ ડભોઇ પોલીસને તેમજ ફાયર સ્ટેશન થતાં પોલીસ અને ફાયર કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાત વ્યક્તિને બહાર કાઢવા પ્રયત્નો હાથ ધાયર્િ હતા. ડભોઇ ઉપરાંત વડોદરાથી પણ 3 ફાયર ફાયટર અને 3 મહાનાગર પાલીકાના ખાળકૂવા સાફ કરવાના મોટા મશીનો માંગવી સાતે ઇસમોના મૃત દેહને 6 કલાકની ભારે જહેમતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવ ને પગલે ડી.વાય.એસ.પી. કે.વી. સોલંકી, પી.આઈ. જે.એમ.વાઘેલા, ડભોઇ મામલતદાર ડી.કે.પરમાર, ડભોઇ ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.