ડાંગમાં બે બચ્ચા સહિત વાઘ દેખાયો એનજીઆેના સવેૅમાં ખુલાસાે થયો

February 1, 2018 at 1:50 pm


આમ તો ગુજરાતમાં વાઘની વસતી ગણતરી ફેબ્રુઆરીમાં શરુ થવાની છે, પણ ટાઈગર કન્ઝર્વેશન ફાઉન્ડેશન માટે કામ કરતા એક એનજીઆેએ ગયા અઠવાડિયે પોતાનો એક સર્વે કર્યો હતો, અને તે સર્વે પ્રમાણે, દક્ષિણ ગુજરાતના ડાંગ વિસ્તારમાં એક વાઘ, વાઘણ અને બે બચ્ચા હોવાની શક્યતા છે.

આ સર્વે અને સ્થાનિક લોકોના સ્ટેટમેન્ટને પીસીસીએફ ગુજરાત અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન આેથોરિટી (એનટીસીએ)ને મોકલવામાં આવ્યા છે. ફાઉન્ડેશનના ચેરમેન જલ્પેશ મેહતા જણાવે છે કે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાછલા દોઢ વર્ષમાં વાઘ દેખાવાનું પ્રમાણ ઘણું વધી ગયું છે.

જલ્પેશ મેહતાએ આગળ જણાવ્યું કે, બે વર્ષ પહેલા વાઘ દેખાયા હોય તેવી કોઈ ઘટનાનો ઉલ્લેખ નહોતો થતો. જો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ રિપોર્ટ પર શંકા હોય તેમ લાગી રહ્યું છે. મુખ્ય ચીફ કન્ઝર્વેટર આેફ ફોરેસ્ટ જી.કે.સિન્હા જણાવે છે કે, અમે એનટીસીએને રિક્વેસ્ટ કરી છે કે ફેબ્રુઆરીમાં વાઘની વસતીગણતરી કરવામાં આવે. આ ગણતરીના રિપોર્ટ પછી જ વાઘના ગુજરાતમાં અસ્તિત્વની સાચી માહિતી મળી શકશે.

એનજીઆેના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સ્થાનિકોએ 3 પ્રાણીઆેને જોયા હતા અને તેમને વિશ્વાસ છે કે તે વાઘ જ હતા. અમુક સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઘણાં સમય પહેલાથી જ આ વિસ્તારમાં વાઘ ઉપસ્થિત છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે સ્થાનિકો લેપર્ડ અને ટાઈગર વચ્ચેનું અંતર સારી રીતે સમજે છે.

Comments

comments

VOTING POLL