ડાંગ, સાપુતારામાં માવઠું: સૌરાષ્ટ્રમાં વાદળિયું વાતાવરણ

April 15, 2019 at 10:13 am


કાળઝાળ ગરમી અને હીટવેવથી ત્રસ્ત બનેલા લોકોને હવામાનમાં આવેલા પલટાના કારણે ગરમીમાં રાહત થઈ છે. ગઈકાલે અને આજે ડાંગ, સાપુતારા સહિતના રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું હોવાના અહેવાલો છે. જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ જોવા મળે છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે અમરેલી, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટાંની સંભાવના છે. વરસાદી માહોલ અને વાદળિયા વાતાવરણના કારણે મહત્તમ તાપમાનનો પારો મોટાભાગના સ્થળોએ 40 ડિગ્રી નીચે સરકી ગયો છે. ગરમીમાં રાહત મળતાં લોકોએ હાશકારાની લાગણી અનુભવી છે પરંતુ બફારો વધી ગયો છે.
રાજકોટમાં ગઈકાલે મહત્તમ તાપમાનનો પારો 40.3 ડિગ્રી રહેવા પામ્યો હતો. આજે સવારે રાજકોટમાં ભેજનું પ્રમાણ 57 ટકા અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવા પામ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલે પણ વાદળિયું વાતાવરણ રહે અને છૂટાછવાયા ઝાપટાં પડે તેવી શકયતા છે.

Comments

comments