ડાન્સબાર ચાલુ નહી થાયઃ વટહુકમ બહાર પાડવા મહારાષ્ટ્ર સરકારની વિચારણા

January 19, 2019 at 10:38 am


Spread the love

મહારાષ્ટ્રમાં ડાન્સબાર ફરી શરુ કરવાનો માર્ગ મોકળો કરતા સુપ્રીમ કોર્ટના ગુરુવારના ચુકાદા બાદ ભાજપના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ડાન્સબારને ફરી શરુ થતા અટકાવવા માટે વટહુકમ બહાર પાડવાનો વિચાર કરી રહી છે.
ડાન્સબાર પર નિયમન હોવું જોઇએ, નહી કે સંપૂર્ણ પ્રતિબંધ, એમ જણાવતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે ડાન્સબાર શરુ કરવા માટે લાઇસન્સ ન આપવા પર મૂકેલા પ્રતિબંધ સંબંધિત 2016ના કાયદાની અમુક જોગવાઇએ રદ કરી હતી.
રાજ્યની સંસ્કૃતિ જાળવી રાખવા માટે ડાન્સબારને શરુ થતા અટકાવવા માટે સરકાર વટહુકમ બહાર પાડવા અંગે વિચારી રહી છે, એમ આયોજન અને નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારે શુક્રવારે જણાવ્યું હતું.
રાજ્ય સરકાર સર્વોચ્ચ અદાલતના ચુકાદાને માન આપે છે, પરંતુ તેની સાથે રાજ્યમાં ડાન્સબાર ફરી ચાલુ થવા નહી દેવાય એવું વલણ પણ ધરાવે છે. આગામી અઠવાડિયે કેબિનેટની સાપ્તાહિક બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
લોકોના હિત માટે અને રાજ્યની સંસ્કૃતિના સંરક્ષણ માટે ડાન્સબારને શરુ થતા અટકાવવા માટે અમે વટહુકમ બહાર પાડતા પણ અચકાશું નહી, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે કોર્ટનો લેખિત આદેશ મળ્યા બાદ અમારા વકીલો તેનો અભ્યાસ કરશે તથા તેમની દરખાસ્તોને આધારે કાયદામાં ફેરફાર કરી તેને વધુ કડક બનાવીને આગામી બે અઠવાડિયામાં વટહુકમ બહાર પાડવામાં આવશે. તે વટહુકમ સુપ્રીમના આદેશના ભંગ સમાન હશેં, એમ પૂછતા મુનગંટીવારે કહ્યું હતું કે કોર્ટે ડાન્સબારની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ડાન્સબારની વિરુÙના કાયદા માટે દરેક પક્ષે સાથે આવવું જોઇએ.
ડાન્સબારના બારબાળા પર પૈસા ઉડાવવાને બદલે તેમને ટીપ આપવી, તેમાં સીસીટીવી કેમેરા ન બેસાડવા વગેરે શરતો મૂકીને સુપ્રીમ કોર્ટે 2016ના કાયદાની અમુક પ્રતિબંધિત જોગવાઇઆે રદ કરી હતી