ડામર રોડ માટે 25 કરોડ સહિત રૂા.127 કરોડના કામો મંજૂર

November 7, 2019 at 4:45 pm


Spread the love

રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં નવા ડામર રોડ બનાવવા માટે રુપિયા 25 કરોડના ખર્ચ સહિત કુલ રુ.127 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. રુપિયા 84 હજાર કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ ચોકમાં બ્રિજ સહિત એજન્ડામાં રહેલી 30 દરખાસ્તો ઉપરાંત અન્ય ત્રણ અર્જન્ટ બિઝનેસ દરખાસ્તો મંજૂર કરાઇ હતી.

વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડએ જણાવ્યું હતું કે ત્રણ અર્જન્ટ બિઝનેસ દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી જેમાં (1) સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ 2019 અન્વયે રાજકોટ મહાનગર પાલિકાને એસબીએમ વોટર પ્લસ સટિર્ફિકેશન મેળવવા માટે માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી, અગાઉ જે રીતે રાજકોટ શહેરને જાહેર શૌચqક્રયા મુક્ત શહેર જાહેર કરાયું તે મુજબ હવે ગંદા પાણીનું સો ટકા રી-યુઝ કરતું શહેર પ્રમાણિત કરવાની દિશામાં કાર્યવાહી કરાશે (2) અન્ય અરજન્ટ બિઝનેસ દરખાસ્તમાં રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોનના રસ્તાઆેને ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન નુકસાન થતાં નવેસરથી ડામર રોડ બનાવવા માટે તેમજ નુકસાની રીપેરીગ કરવા માટે રુપિયા 25 કરોડનો ખર્ચ સરકાર તરફથી મળેલી ગ્રાન્ટમાંથી કરવાનું મંજૂર કરાયું હતું (3) આ ઉપરાંત નાકરાવાડી ગાર્બેજ ડિમ્પંગ સાઇટ ખાતે જમા થયેલા કચરાના પ્રાેસેસિંગનું કામ કરાવવા માટે 8.96કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. 2013ના વર્ષથી કુલ ચાર લાખ મેટિ²ક ટન કચરો પ્રાેસેસ કર્યા વિનાનો પડéાે છે જેમાં પ્લાસ્ટિક વેસ્ટ આેર્ગેનિક વેસ્ટ સહિતનો સમાવેશ થાય છે આ કચરાને પ્રાેસેસ કરવા માટે પ્રતિ ટન દીઠ રુપિયા 224 ના ભાવથી જય વછરાજ અને એબેલોન કંપનીને કામ આપવાનું મંજૂર કરાયાનું ચેરમેને ઉમેર્યું હતું.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર થયેલી દરખાસ્તોની વિગતો જાહેર કરતાં સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ ઉમેર્યું હતું કે આજે સિવિલ હોસ્પિટલ ચોકમાં ત્રિકોણીય આેવરબ્રિજ મંજુર કરવામાં આવ્યો છે.આ માટે મહેસાણાની કંપની અનંત પ્રાેકોન પ્રા.લિ ને કામ અપાવ્યું છે કુલ રુ. 84.71 કરોડના ખર્ચે નિમાર્ણ થશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે સફાઈના કોન્ટ્રાક્ટ પણ મંજૂર કરાયા હતા વોર્ડ નંબર 2,3,7,13,14 અને 17ના વિસ્તારોમાં પાર્ટ ટાઈમ સફાઈ કામદારો મારફતે કચરો ઉપાડવાની કામગીરીના કોન્ટ્રાકટની મુદત વધારવા ની દરખાસ્ત મંજૂર કરાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સફાઈ કોન્ટ્રાક્ટની ઉપરોક્ત દરખાસ્તમાં ટેન્ડર પ્રqક્રયા કર્યા વિના કોન્ટ્રાક્ટરને મુદત વધારો આપવાનું મંજુર કરતા આ બાબત નગરસેવકોમાં ચર્ચાનો વિષય બની હતી. જો કે ચેરમેન ઉદય કાનગડે આ અંગે જણાવ્યું હતું કે સફાઈની સ્થિતિ કથળે નહી તે માટે મુદત વધારો આપવાનું મંજુર કરાયું હતું.