ડાય-મીણસાર ડેમ છલોછલ થઈ જતાં પોરબંદર જીલ્લાના 13 ગામોને જોખમ

September 14, 2019 at 1:56 pm


ડાય-મીણસાર ડેમ છલોછલ થઈ જતાં પોરબંદર જીલ્લાના 13 ગામોને જોખમ હોવાથી નદીના પટથી દૂર રહેવા સુચના અપાઈ છે.
જામનગર જીલ્લાનાં સતાપર ગામ પાસે આવેલા ડાય-મીણસાર ડેમનાં ઉપરવાસમાં પાણીની આવક થતા ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. જેથી પોરબંદર જીલ્લાનાં જુદા-જુદા 13 ગામોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે. સાવચેત કરાયેલ ગામોમાં પોરબંદર તાલુકાનું એરંડા ગામ, કુતિયાણા તાલુકાના બાલોચ અને દેવડા તથા રાણાવાવ તાલુકાના રાણાખીરસરા, રાણાકંડોરણા, ખીજદડ, મહીરા, નેરાણા, ભોડદર, વાળોત્રા, જાંબુ, પાદરડી, કેરાળા સહિતના ગામલોકોને સાવચેત રહેવું. ગામલોકોએ નદીના પટમાં અવરજવર કરવી નહી. માલ-ઢોર, વાહનોને નદીના પ્રવાહ કે પટમાંથી પસાર કરવા નહી, જોખમી પ્રયાસ કરવા નહી તથા ગામના તલાટી કમ મંત્રીઆેએ પોતાના હેડ ક્વાર્ટરમાં હાજર રહેવા ડિઝાસ્ટર મામલતદાર દ્વારા જણાવાયું છે.

Comments

comments