ડિઝાયર સૌથી વધુ વેચાતી કાર, અલ્ટો પાછળ રહી ગઈ

August 21, 2018 at 11:19 am


મારુતિ સુઝુકી ઈન્ડિયા (એમએસઆઈ)ની કોમ્પેકટ સેડાન ડિઝાયર જુલાઈમાં ભારતમાં સૌથી વધુ વેચાતી પેસેન્જર કાર બની છે. કંપ્નીએ પોતાની જ અલ્ટોને પાછળ રાખી દીધી છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (એમઆઈએએમ)ના આંકડા મુજબ મારુતિ ડિઝાયર કારનું જુલાઈમાં 25,647 યુનિટ વેચાણ થયું હતું, જે ગયા વર્ષે આ ગાળામાં 14,703 યુનિટ હતું. ગયા વર્ષે જુલાઈમાં તે પાંચમાં ક્રમની સૌથી વધુ વેચાતી કાર હતી. આમ, તેના માટે એક વર્ષ ખૂબ જ સારું રહ્યું છે. અલ્ટોનું જુલાઈમાં વેચાણ 23,371 યુનિટ થયું હતું અને તે સૌથી વધુ વેચાણ ધરાવતી કારના મામલે બીજા ક્રમે રહી હતી. ગયા વર્ષે આ ગાળામાં તેનું વેચાણ 26,009 યુનિટ હતું. મારુતિની લોકપ્રિય હેચબેક સ્વિફટનું જુલાઈમાં વેચાણ 19,993 યુનિટ થયું હતુ અને તે ત્રીજા ક્રમે રહી છે. ગયા વર્ષે આ ગાળામાં 13,738 યુનિટ હતું અને તે છઠ્ઠા ક્રમે હતી. મારુતિની અન્ય લોકપ્રિય કાર બલેલોનું વેચાણ 17,960 યુનિટ થયું હતું અને તે ચોથા ક્રમે રહી હતી. ગયા વર્ષે જુલાઈમાં તે 19,153 યુનિટ વેચાણ સાથે બીજા ક્રમ પર હતી. વેગન આર 14,339 યુનિટ વેચાણ સાથે પાંચમાં ક્રમે રહી હતી. ગયા વર્ષે તે 16,301 યુનિટ સાથે ત્રીજા ક્રમે હતી. મારુતિની વિટારા બ્રેઝા 14,181 યુનિટ વેચાણ સાથે છઠ્ઠા ક્રમે રહી હતી ગયા વર્ષે આ ગાળામાં 15,243 યુનિટ વેચાણ સાથે તે પાંચમા ક્રમે રહી હતી. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડની ત્રણ કારનો ટોપ-10માં સમાવેશ થયો છે. તેમાં એલાઈટ આઈ-20 સાતમાં ક્રમે (11,390 યુનિટ), ગ્રાન્ડ આઈ-10 આઠમાં ક્રમે (10,775) અને ક્રેટા 9માં ક્રમે (10,423) રહી છે. હોન્ડા કારની નવી લોન્ચ કરાયેલી સેડાન અમેઝ કારને પ્રથમવાર ટોપ 10માં સ્થાન મળ્યું છે. જુલાઈમાં અમેઝના 10,180 યુનિટનું વેચાણ થયું છે.

Comments

comments

VOTING POLL