ડિઝિટલ લોકર અને એમ-પરિવહન એપમાં રાખેલા વાહન દસ્તાવેજો માન્ય ગણાશે

September 14, 2019 at 11:57 am


મોટર વાહન સંશોધન ખરડો-2019 અંતર્ગત ભારે દંડથી બચવા માટે ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહન સંબંધિત દસ્તાવેજોની મૂળ કોપી સાથે રાખવાની જરૂરિયાત નહી રહે. ડિઝિટલ લોકર અથવા એમ-પરિવહન મોબાઈલ એપમાં ડાઉનલોડ કરેલા દસ્તાવેજો પણ માન્ય છે. જો એપ્લીકેશનમાં દસ્તાવેજ બતાવવામાં આવશે તો લોકોનું ચલણ નહી કાય.
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ઈ-દસ્તાવેજોને મૂળ દસ્તાવેજ માનવા અને ચલણ નહી કાપવા માટે રાજ્ય સરકારોને દિશા-નિર્દેશ જારી કરવા જઈ રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યું કે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને જાણકારી મળી છે કે અનેક રાજ્યોમાં ડિઝિટલ લોકર અથવા એમ-પરિવહનમાં ડાઉનલોડ ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહન દસ્તાવેજોને લઈને ભ્રમની સ્થિતિ છે. ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગના કર્મચારી ઈ-દસ્તાવેજો બતાવવા છતાં લોકોના ચલણ કાપી રહ્યા છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી મંત્રાલય ટૂંક સમયમાં તમામ રાજ્યોના પોલીસવડા, પરિવહનના મુખ્ય સચિવ અને પરિવહન કમિશનરને દિશા-નિર્દેશ જારી કરવા જઈ રહ્યું છે.

Comments

comments