ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આઇપીએલની બહાર થવાની તૈયારીમાં

May 3, 2018 at 11:33 am


સૌથી વધુ ત્રણ વખત વિજેતા બનેલી અને આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે રમી રહેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ મંગળવારે અહીં 11મી આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર સામેની ડુ ઑર ડાય જેવી મેચમાં 14 રનથી હારી ગઈ હતી અને એ સાથે રોહિત શમર્િ ઍન્ડ કંપ્ની આ સ્પધર્નિી બહાર થઈ જવાની તૈયારીમાં જ છે. પ્લે-ઑફમાં પહોંચવા આ ટીમે હવે તમામ બાકીની છ મેચ જીતવી પડે તેમ જ અન્ય અમુક ટીમોના પરિણામો એની તરફેણમાં આવવા જોઈએ. આઠ ટીમવાળા પોઇન્ટ્સ-ટેબલમાં આ ટીમ સાતમા નંબરે છે.
જોકે, મુંબઈ ઇન્ડિયન્સના બોલિંગ-કોચ શેન બોન્ડને આશા છે કે મુંબઈની ટીમ તમામ છ મુકાબલા જીતીને બાજી પલટાવી શકવાની તાકાત ધરાવે છે. તેણે જણાવ્યું હતું કે હવે અમારે બધી છ મેચ જીતવી પડશે. જોકે, અમારી ટીમ ખૂબ મજબૂત છે અને અમુક ચાવીરૂપ ખેલાડીઓ એવા છે જેઓ મુંબઈને તમામ છ મેચ જિતાડી શકે એમ છે. 2015ની આઇપીએલમાં અમે એવું કર્યું જ હતું અને મને ખાતરી છે કે આ વખતે પણ એવું કરી શકીશું.
દરમિયાન, મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરના પેસ બોલરોએ મુંબઈ ઇન્ડિયન્સને નહોતું જીતવા દીધું. બેન્ગલોરે બેટિંગ મળ્યા પછી 20 ઓવરમાં 7 વિકેટે 167 રન બનાવ્યા હતા જેમાં ઓપ્નર મનન વોહરાના ચાર સિક્સર અને બે ફોર સાથેના 45 રનનો સમાવેશ હતો. બ્રેન્ડન મેક્લમે 37 રન, વિરાટ કોહલીએ 32 રન, કોલિન ગ્રેન્ડહોમે અણનમ 23 રન બનાવ્યા હતા. મુંબઈ વતી હાર્દિક પંડ્યાએ ત્રણ તેમ જ જસપ્રીત બુમરાહ, મિચલ મેક્લેનઍગન અને મયંક માર્કન્ડેએ એક-એક વિકેટ લીધી હતી.
મુંબઈની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 153 રન બનાવી શકી હતી અને 14 રનથી હારી ગઈ હતી. એ 153 રનમાં હાર્દિકના 50 રન, કૃણાલ પંડ્યા અને જે.પી. ડુમિનીના 23-23 રન, કીરોન પોલાર્ડના 13 રન અને બેન કટિંગના અણનમ 12 રનનો સમાવેશ હતો. બેન્ગલોરની ટીમના પેસ બોલરો ટિમ સાઉધી, ઉમેશ યાદવ અને મોહંમદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી. મુંબઈએ આખરી બે ઓવરમાં 30 રન બનાવવાના હતા અને એની પાંચ વિકેટ પડવાની બાકી હતી. 19મી ઓવર મોહંમદ સિરાજે કરી હતી જેમાં ફક્ત પાંચ રન બન્યા હતા અને કૃણાલ પંડ્યાની વિકેટ પણ એમાં પડી હતી. આખરી ઓવરમાં મુંબઈએ પચીસ રન બનાવવાના હતા જેમાં માત્ર 10 રન બન્યા હતા અને હાર્દિકની વિકેટ પડી હતી તેમ જ ત્રણ ડોટ-બોલ રહેવાને કારણે મુંબઈ માટે જીતનો દરવાજો સાવ બંધ થઈ ગયો હતો. આ વખતની આઇપીએલમાં બીજી જ મેચ રમેલા ટિમ સાઉધીને મેન ઑફ ધ મેચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Comments

comments