ડીઆઈએનઃ બોગસ નોટિસના નામે કરદાતાઆે છેતરાશે નહી

November 8, 2019 at 4:43 pm


હવેથી કરદાતાઆે ઇન્કમટેક્સની બોગસ નોટિસ નો શિકાર નહી બને તેમજ હેકર્સ દ્વારા ઇન્કમટેક્સના નામે કરદાતાઆે પાસેથી નાણાં પડાવી પણ નહી શકે અને અમુક અધિકારીઆે તોડ કરવા માટે જ કરદાતાઆેને ઇન્કમ ટેક્ષની નોટિસ ના નામે જે હેરાન કરતા હતા.
હવેથી આ તમામ ઘટનાઆે પર બ્રેક લાગી જશે, કારણ કે ઈન્કમટેકસ વિભાગે કરદાતાઆે માટે નવી સુવિધા શરુ કરી છે .જેમાં સીબીડીટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઇન્કમ ટેક્ષની નોટિસ પર ખાસ ડી આઈ એન નંબરનો ઉલ્લેખ હશે તો જ આ નોટિસ સાચી હશે. અત્યાર સુધી આવકવેરાની બોગસ નોટિસના નામે કરદાતાઆેએ અનેક હેરાનગતિ ભોગવી છે તો હેકર્સ દ્વારા આઇટી ના નામે બોગસ નોટિસ મોકલીને કરદાતાઆેને ખંખેરવામાં બાકી બાકી રાખ્યા નથી આવી છેતરપીડીનો ભોગ ન બને તે માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ કમ્પ્યૂટર ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન એટલે ડીઆઈએન નંબર નો નિર્ણય લેવાયો છે.

આઇટી વિભાગ તરફથી મળેલી નોટિસ સાચી છે કે ખોટી છે તે ચકાસવું બહુ જરુરી બની ગયું છે ઇન્કમટેક્સ તરફથી નવી સુવિધા શરુ કરવામાં આવી છે. સીબીડીટીએ આ મામલે એક પરિપત્ર જાહેર કર્યો છે જેના મુજબ દરેક ઇન્કમટેક્સ નોટીસ પર કોમ્પ્યુટર ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર નો ઉલ્લેખ હશે સાથે જ નવા નિર્ણય મુજબ આ નંબર તમામ કરદાતાને મળતા તમામ ડોક્યુમેન્ટ પર હોવું જરુરી થઇ ગયું છે આ સિસ્ટમથી એડમિનિસ્ટ્રેશન માં વધુ પારદશિર્તા પણ લાવી શકે તેમ છે.

સીબીડીટીએ એવો નિર્દેશ કર્યો હતો કે,અમુક પરિસ્થિતિઆે ને બાદ કરતા ડીઆઈએન સિવાય જાહેર કરેલા ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટનાં તમામ કાગડિયા આવો અવૈÛ માનવામાં આવશે. કરદાતાઆે કેવી રીતે જાણી શકશે કે આ નોટિસ લાગે છે તે અંગે પરિપત્ર માં એક વિગતવાર માહિતી પણ રજૂ કરી છે.

Comments

comments