ડીઆરડીઓએ કર્યું 500 કિલોના બોમ્બનું પરિક્ષણ

May 25, 2019 at 10:40 am


ભારતીય વાયુસેનાએ થારનાં રણમાં સ્વદેશી ગાઇડેડ બોમ્બનું સફળ પરિક્ષણ કર્યું. ડીઆરડીઓ દ્વારા વિકસિત 500 કિલો વજનનાં આ ગાઇડેડ બોમ્બે 30 કિલોમીટર દુર રહેલા પોતાનાં લક્ષ્ય પર સટીક નિશાન સાધ્યું હતું. આ અગાઉ વાયુસેનાએ ડીઆરડીઓ સાથે મળીને સુખોઇ અને બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું હતું. આ હવાથી સપાટી પર માર કરવામાં સક્ષણ 2.5 ટન વજનની મિસાઇલની મારત ક્ષમતા 300 કિલોમીટર હતી.

બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલ અવાજની ઝડપથી ત્રણ ગણી 2.8 મેક ગતિથિ લક્ષ્યને પાર પાડશે. વાયુસેના પ્રવક્તા ગ્રુપ કેપ્ટન અનુપમ બેનજીર્એ કહ્યું કે, વિમાન પરથી તેને છોડવામાં સરળતા રહી અને મિસાઇલે જમીન પર લક્ષ્યને સીધુ મારતા પહેલા નક્કી ટાર્ગેટનું અનુસરણ કર્યું.
ભારતીય વાયુસેના વિશ્વની પહેલી એવી વાયુસેના બની ગઇ, જેણે 22 નવેમ્બર, 2017નાં રોજ એક સમુદ્ર લક્ષ્ય પર વાયુસેનામાંથી પ્રહાર કરનારી 2.78 મેક જમીની પ્રહાર મિસાઇલને સફળતા પૂર્વક પ્રક્ષેપિત કરી હોય. વાયુસેનાએ કહ્યું કે, આજે આ પ્રકારનાં હથિયારનું બીજી વખત પરિક્ષણ અને પ્રક્ષેપણ કરવામાં આવ્યું. વિમાન સાથે આ હથિયારનો સમનવય કરવો એક જટિલ પ્રક્રિયા હતી, કારણ કે તેમાં વિમાનમાં મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને સોફ્ટવેરમાં કેટલાક પરિવર્તન કરવું ખુબ જ જરૂરી હોય છે.

તેણે કહ્યું કે, ભારતીય વાયુસેનાના એન્જિયરોએ વિમાનના સોફ્ટવેરનો વિકાસ કર્યો જ્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે તેમાં મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક પરિવર્તન કહ્યા હતા. વાયુસેનાએ કહ્યું કે ભારતીય વાયુસેના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ), બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ અને એચએએલના સમર્પિત અને સમન્વિત પ્રયાસોએ આ જટિલ પ્રક્રિયા હાથમાં લેવાની દેશની ક્ષમતાને સાબિત કરી.

બ્રહ્મોસ મિસાઇલ દિવસ અથવા રાત્રે અથવા દરેક હવામાનમાં ભારતીય વાયુસેનાને સમુદ્ર અથવા જમીન પર રહેલા કોઇ પણ લક્ષ્યને ભેદવાની ક્ષમતા પ્રદાન કરે છે. બ્રહ્મોસ એરોસ્પેસ ભારત- રશિયાનું સંયુક્ત સાહસ છે. તેણે સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું નિમર્ણિ કર્યું છે જે સબમરીન, જહાજ, વિમાન અથવા જમીન સપાટી પરથી પ્રહાર કરી શકે છે.

Comments

comments