ડીટીએચ, કેબલ ટીવીના બિલ નીચા લાવવા ટ્રાઈની વિચારણા

May 21, 2019 at 11:25 am


ભારતમાં ટેલિકોમ અને બ્રોડકાસ્ટિંગ રેગ્યુલેટર ડીટીએચ અને કેબલ ટીવી અંગે એક કન્સલ્ટેશન પેપર લાવવા વિચારે છે. તાજેતરમાં ટ્રાઈએ ડીટીએચ માટે નવી પ્રાઈસીંગ નીતિ લાગુ કરી હતી પરંતુ તેમાં દર્શકો માટે ટીવી જોવાનું સસ્તું થયું નથી. નામ જાહેર નકરવાની શરતે ટ્રાઈના એક અધિકારીએ જણાવ્યું કે, બ્રોડકાસ્ટિંગ ટેરિફ ઘટાડવા માટે કન્સલ્ટેશન પેપર પર કામ ચાલે છે. આપણે કેવું મિકેનિઝમ અપનાવી શકીએ છીએ તેના પર મારે વિચારવું પડશે. કેબલ ટીવીના ટેરિફને કઈ રીતે ઘટાડી શકાય તે વિશે તેમણે માહિતી આપી ન હતી.
ભૂતકાળમાં બ્રોડકાસ્ટર્સે હંમેશા દાવો કર્યેા છે કે ટ્રાઈને તેમના ટેરિફમાં ફેરફાર કરવાનો કોઈ અધિકાર નથી. અધિકારીએ કહ્યું કે રેગ્યુલેટર હંમેશાની ટેરિફને લગતા અધિકાર ધરાવે છે પરંતુ તેણે બજારનાં પરિબળોને ભાવ નકકી કરવા દીધા હતાં. ટેલિકોમ સેકટર માટે પણ તેણે આ ફોમ્ર્યુલા અપનાવી હતી. તાજેતરમાં ટ્રાઈએ ટીવી ચેનલના પ્રાઈસિંગને પારદર્શક બનાવવા માટે ટેરિફ રેજિમમાં ફેરફાર કર્યેા હતો. તેના કારણે દર્શકો માટે ટીવી જોવાનું વધારે સસ્તું બનવું જોઈતું હતું પરંતુ નવી સિસ્ટમમાં ઘણી ફરિયાદો આવી છે અને ભાવ ઘટવાના બદલે વધી ગયા છે. આ ઉપરાંત તેના અમલીકરણ અંગે પણ ઘણી ગૂંચવણ છે.
ટ્રાઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓથોરિટીએ જે રીતે અપેક્ષા રાખી હતી તે રીતે રેગ્યુલેટરનાં પગલાંથી ફાયદો થયો નથી. ટીવી ચેનલના પ્રાઈસિંગને વધારે પારદર્શક બનાવવા અને ગ્રાહકોને ચેનલ પસદં કરવાનો અધિકાર આપવાની યોજના હતી જેથી તે સસ્તું પડે, પરંતુ હકીકતમાં ખર્ચ વધી ગયો છે. ટીવી વ્યૂઈંગનો ખર્ચ ઘટાડવા માટે એક કન્સલ્ટેશન પેપર આવે તે ટ્રાઈ માટે એક ચક્ર પૂર્ણ થયું ગણાશે કારણ કે ગયા ડિસેમ્બરમાં ટ્રાઈએ કહ્યું હતું કે ગ્રાહકોએ જે ચેનલ જોવી હોય તેના જ રૂપિયા આપવા પઠે. તેના કારણે તમામ ચેનલના વ્યકિતગત ભાવ નકકી થયા હતાં. આ નિયમ પહેલી ફેબ્રુઆરીથી અમલમાં આવ્યો છે

Comments

comments

VOTING POLL