ડુંગળીએ રડાવ્યાઃ ભાવ 100 રૂપિયે કિલો પહાેંચ્યો

November 28, 2019 at 10:49 am


Spread the love

ડુંગળીના ભાવ આસામાને થયા છે અને છૂટક બજારમાં ડુંગળી 100 રૂપિયે કિલો મળે છે. જથ્થાબંધ વેપારીઓનું અનુમાન છે કે, ડુંગળીના ભાવ અતિશય વધવાને કારણે તેની માગમાં 50 ટકા ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં ડુંગળી છુટકમાં 100 પિયે કિલો મળે છે જ્યારે રાજકોટમાં સહિત સૌરાષ્ટ્રમાં 70 થી 80 પિયે કિલો મળી રહી છે.
અમદાવાદ એપીએમસીમાં જથ્થાબંધ ડુંગળીનો ભાવ 70 રૂપિયે કિલો હતો. જ્યારે છૂટક બજારમાં એક કિલો ડુંગળી 100 રૂપિયાએ વેચાય છે. રસપ્રદ વાત એ છે કે, ગુજરાતમાં ડુંગળીના હબ ગણાતા મહુવા એપીએમસીમાં પણ ડુંગળીનો આ જ ભાવ હતો. એટલે ગરીબોની કસ્તૂરીના ભાવ હજુ ઊંચે ચડે તો નવાઈ નહીં. નવેમ્બરના મધ્યમાં જથ્થાબંધ બજારમાં એક કિલો ડુંગળીનો ભાવ 60 રૂપિયા કિલો હતો, જે બુધવારે (નવેમ્બરના છેલ્લા દિવસોમાં) વધીને 70 રૂપિયા થયો.

જથ્થાબંધ વેપારીના જણાવ્યા અનુસાર ડુંગળી અત્યંત મોંઘી થવાને કારણે અમદાવાદમાં તેની માગ 50% ઘટી છે. ડુંગળીની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આજે અમદાવાદમાં ડુંગળી ભરેલા લગભગ 54 ટ્રક આવ્યા છે. જેમાં 540 ટન ડુંગળી છે. જો કે, ડુંગળીનો પુરવઠો ગયા વર્ષ કરતાં 30% નીચો છે. મહારાષ્ટ્રમાંથી ડુંગળીનો જથ્થો ઓછો આવવાના લીધે પણ સ્ટોક પર અસર પડી છે.
એપીએમસીના સત્તાધિશોનું કહેવું છે કે, લંબાયેલા ચોમાસાના કારણે ડુંગળીના વાવેતર અને લણણીમાં મોડું થયું. જેની સીધી અસર પાકના પુરવઠા પર પડી છે. ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ડુંગળીનું વાવેતર 34% ઘટ્યું છે. ગયા વર્ષે 8,800 હેક્ટરમાં ડુંગળીનો પાક લેવાયો હતો જ્યારે આ વર્ષે માંડ 5,800 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે.

ગયા વર્ષ કરતાં પુરવઠો ઓછો હોવાથી ડુંગળીના ભાવ આ વર્ષે ઊંચા રહેશે અને આગામી ત્રણ મહિના સુધી ભાવ ઘટવાના એંધાણ નથી. ભાવનગર એપીએમસીના સંચાલક ભીખાભાઈ ઝઘડિયાએ કહ્યું, ઓક્ટોબરના અંતમાં સીઝનનો પહેલો પાક ઉતરશે તેવી આશા હતી. જો કે, દિવાળી સુધી લંબાયેલા ચોમાસા અને કમોસમી વરસાદના લીધે પાકનો મોટો જથ્થો નિષ્ફળ ગયો છે. બીજા તબક્કાની વાવણી હાલ ચાલી રહી છે પરંતુ સારી ગુણવત્તાની તાજી ડુંગળી ખાવા માટે હજુ ત્રણ મહિના રાહ જોવી પડશે. ત્યાં સુધી પુરવઠો સ્થિર નહીં રહે. પરિણામે ડુંગળીના ભાવ વધારે જ રહેશે.
ડુંગળીના ભાવ વિશે વાત કરતાં એક મહિલાએ કહ્યું, ડુંગળીના વધી રહેલા ભાવને લીધે માસિક બજેટ ખોરવાઈ ગયું છે. અમે ડુંગળીના વપરાશ પર કામ મૂક્યો છે. ખેડૂતો પાસેથી જ સીધા શાકભાજી ખરીદી શકાય તેવી વ્યવસ્થા અમદાવાદમાં હોત તો સારું. સારી કિંમતે એકદમ તાજા શાકભાજી ખાવા મળતા હોત. રેસ્ટોરાં ચલાવતા યુસુફ ઈરાનીએ કહ્યું, દર વખતે આ સીઝન દરમિયાન અમે ડુંગળી ફ્રાય કરીને તેનો સંગ્રહ કરીએ છીએ. જેથી વાનગીઓમાં ફટાફટ વાપરી શકાય. પરંતુ આ વર્ષે ઊંચી કિંમત અને ડુંગળીની નીચી ગુણવત્તાને લીધે આમ કર્યું નથી.
સરકારે હાથ ઉંચા કયર્:િ અમા નિયંત્રણ નથી

ડુંગળીના વધતા ભાવ પર હવે તો સરકાર પણ હાથ ઊંચા કરી દીધા છે. ક્ધઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન મિનિસ્ટર રામ વિલાસ પાસવાને કહ્યું કે ડુંગળીના વધતા ભાવો પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. ડુંગળીના વધતા ભાવ ક્યારે ઓછા થશે તે સવાલ પર પાસવાને કહ્યું કે તે અમારા હાથમાં નથી. મંત્રાલયના સચિવના જણાવ્યાં મુજબ 12 ડિસેમ્બર સુધીમાં વિદેશથી ડુંગળીની પહેલી ખેપ આવશે. કહેવાય છે કે 1500 મેટ્રિક ટન ડુંગળી પહેલી ખેપમાં આવવાની છે. આ રીતે કુલ 4 ખેપ ભારત આવશે. 6500 મેટ્રિક ટન ડુંગળી ઈજિપ્તથી આયાત થઈ રહી છે. 56000 મેટ્રિક ટન ડુંગળી સરકારના સ્ટોકમાં હતી જેમાંથી 50 ટકા ડુંગળી સડી ગઈ. ડુંગળી સડી જવા પાછળ મંત્રાલયના પોતાના અનેક તર્ક છે કે રાજ્યોએ સમયસર ડુંગળી ખરીદી નહીં એટલે ડુંગળી સડી ગઈ.

ઈજિપ્તથી આવશે 6090 ટન ડુંગળીને ખેપ
ઈજિપ્તથી બહુ જલદી 6090 ટન ડુંગળીની ખેપ આવવાની છે. ત્યારબાદ દેશમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ શકે છે. આ જાણકારી ક્ધઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન મંત્રાલય તરફથી આપવામાં આવી. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે વિદેશ વેપાર કરતા સાર્વજનિક ક્ષેત્રની કંપ્ની એમએમટીસીએ ઈજિપ્તથી 6090 ટન ડુંગળીની આયાતનો કરાર કર્યો છે અને આ ખેપ બહુ જલદી આવવાની છે.