ડેવલપમેન્ટ – ફ્રેન્ડલી બજેટ

February 2, 2018 at 8:16 pm


નાણામંત્રી અરૂણ જેટલીએ આપેલા બજેટને વડાપ્રધાને ડેવલપમેન્ટ-ફ્રેન્ડલી બજેટ ગણાવ્યું છે. આ બજેટ બધાને ખુશ નથી કરી શક્યું . વરિષ્ઠ નાગરિકો અને ખેડૂતો માટે જેવી જોગવાઈઆે થઈ તેવી નોકરિયાતો માટે ન થઈ.
નોકરિયાતો માટે વેરાના દર અને તેના સ્લેબ્સમાં કોઈ પ્રકારનો ફેરફાર કર્યા વગર, માત્ર સ્ટાન્ડર્ડ ડિડક્શનને ફરી અમલમાં મૂકવાની નાણાપ્રધાને જાહેરાત કરી, તે મુજબ રુા. 40 હજારની રકમનું સ્ટાન્ડર્ડ ડિડક્શન રહેશે, પરંતુ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને મેડિકલ ખર્ચને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં આવરી લઈને, સ્ટાન્ડર્ડ ડિડક્શનનો પણ નોકરિયાતોને ફાયદો જેવો અને જેટલો થવો જોઈએ તેટલો થવા ન દીધો.
સ્ટાન્ડર્ડ ડિડક્શન બંધ થયા પછી પણ રુા. 19,200ની રકમના ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને રુા. 15 હજાર સુધીના મેડિકલ ખર્ચ પર કર લાગતો નહોતો, હવે હિસાબ માંડી જુઆે એ બન્ને ભથ્થા કે ખર્ચને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં સમાવી લેતાં નોકરિયાત વર્ગને શું ફાયદો થાયં સાતમા પગાર પંચના અમલ પછી, કર્મચારીઆેના ખિસ્સામાં થોડા વધારે પૈસા રહે તેવું સરકાર કરશે, એ આશા ઠગારી નીવડી.
આમ એ રીતે જોવા જઈએ તો મોદી સરકારનું આ છેંું બજેટ કૃષિક્ષેત્ર, ગ્રામીણ વિસ્તારો અને ગરીબો માટે નવી હેલ્થ ઈન્શ્યોરન્સ યોજનાની આસપાસ રહ્યું કહેવાય. મધ્યમ વર્ગને રાહતનો એક નાનકડો ટૂકડો જ ફાળવ્યો એમ કહીએ તો ચાલે! એ પણ વરિષ્ઠ નાગરિકોને અને નિવૃત્ત કર્મચારીઆેની થાળીમાં જ મુકાયો છે.
જીએસટીના અમલ પછી અને નોટબંધી લાદ્યા પછી જે વર્ગને, જે ક્ષેત્રને વધુમાં વધુ આર્થિક રીતે તકલીફ પડી હતી, એ ક્ષેત્રોમાં એટલે કે ગ્રામીણ વિસ્તારમાં તેમ જ શહેરી વિસ્તારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નાના અને મધ્યમ વર્ગના વ્યવસાયિકો પાછળ વધુમાં વધુ ખર્ચ કરવાની જોગવાઈઆે બજેટમાં દેખાય છે.
વરિષ્ઠ નાગરિકોને બેંકોમાં અને પોસ્ટ આૅફિસમાં મૂકેલી ફિકસ્ડ ડિપોઝિટની રકમ પરનું 50 હજાર રુપિયા સુધીનાં વ્યાજ પર હવે ટીડીએસ કાપવામાં નહી આવે તે ઉપરાંત હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ અને ગંભીર માંદગીના ખર્ચને કરમુિક્તની સગવડ સરકારે કરી આપી.
આર્થિક સર્વેક્ષણના દિવસથી બજારની રુખ બદલાઈ હતી, એમાં બજેટ રજૂ થયા પછી પણ ફરક ન પડéાે, શેરબજારને બજેટથી કળ વળી નથી. સર્વેક્ષણમાં પુત્ર પ્રાિપ્તની ભારતીય સમાજમાં પ્રવર્તતી માન્યતાનો મુદ્દાે નાણાપ્રધાને ગાઈ વગાડીને રજૂ કર્યો હતો, પણ બજેટમાં એ સ્ત્રીઆેના કલ્યાણ માટેની કોઈ બારી જોવા નથી મળી! શેરોના વેચાણથી થતા ફાયદા પર સરકારનો ડોળો સ્થિર થયો અને મહેસૂલી ખોટનો ખાડો પૂરવા તેના પર 14 વર્ષ પછી ફરી ટેક્સ નાખી દીધો છે.
કૃષિક્ષેત્ર, ગ્રામીણ હાઉસિંગ, આેર્ગેનિક ફાર્મિંગ, પશુ ઉછેર અને ફિશરીઝ અંગે યોજનાઆે જાહેર કરવામાં આવી. નેશનલ હેલ્થ પ્રાેટેક્શન યોજનાનો લાભ ગરીબી રેખા નીચેના ગરીબોને મળશે, જે મુજબ દરેક પરિવાર માટે પાંચ લાખ રુપિયાની જોગવાઈ બજેટમાં છે, બે શક એ યોજના વિશ્વની સૌથી મોટી હેલ્થ પ્રાેટેક્શન સ્કિમ બની રહેશે.
કોર્પોરેટ ટેક્સ માટે રુા. 250 કરોડના ટર્નઆેવર પર 25 ટકાનો દર જ રાખ્યો છે. નાણાપ્રધાનનો દાવો છે કે, હાલમાં ભારતીય ઈકોનોમી 2.5 ટિ²લ્યન યુએસ ડોલર જેટલી છે અને બહુ જ જલદી ભારત વિશ્વનો પાંચમો મોટું અર્થતંત્ર ધરાવતો દેશ બની જશે.

Comments

comments

VOTING POLL