ડોનાલ્ડે નવા નાટક ચાલુ કર્યા…!

September 11, 2018 at 11:18 am


અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે નાટક ચાલુ કર્યા છે. એમણે કહ્યું છે કે, ભારતથી અમને ફોન આવ્યો હતો અને એવી આેફર થઈ હતી કે, અમેરિકા સાથે નવેસરથી વ્યાપાર ડીલ કરવી છે. ભારતથી કોણે ફોન કર્યો હતો અને અમેરિકામાં કોને ફોન આવ્યો હતો તે બારામાં કોઈ વિગત ડોનાલ્ડે આપી નથી અને અધરોઅધર જ આ વાત કરી નાખી છે.
ડાકોટા ખાતે એક સમારોહમાં બોલતી વખતે ડોનાલ્ડે કહ્યું કે, જાપાનના વડાપ્રધાન શીન્જો આબે અને ભારતના વડાપ્રધાન મોદી મારા મિત્રો છે. ડોનાલ્ડે બે દિવસ પહેલાં જ ભારત અને ચીનને અપાતી સબસિડીઆે બંધ કરવાની જાહેરાત કરી હતી અને બે દિવસ બાદ એમણે ભારતથી ફોન આવ્યાનું જાહેર કર્યુ છે.
ભારતથી ફોન આવ્યો તેમાં એવી આેફર કરાઈ હતી કે, અમેરિકા સાથે ફરી નવેસરથી વ્યાપાર ડીલ કરવાની ભારતની ઈચ્છા છે. ભારતે આવો ફોન કર્યો છે કે નહી તેની ખરાઈ કરવાની બાકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ એવું સ્થાપિત કરવા માગે છે કે, અમારા તરફથી કડક વલણ અપનાવવામાં આવ્યું હોવા છતાં ભારત અમેરિકા સાથે વ્યાપાર કરાર કરવા માટે ઉત્સુક છે.
ડોનાલ્ડે થોડા દિવસો પહેલાં પણ ભારતની ટીકા કરીને કહ્યું હતું કે, અમેરિકી પ્રાેડકટ પર ભારત 100 ટકા ડયુટી લગાડે છે અને તે અન્યાયી છે. ત્યારબાદ અમેરિકી તંત્ર દ્વારા એવી જાહેરાત કરાઈ હતી કે, ભારત અને ચીનને સબસિડીઆેનો લાભ બંધ કરવામાં આવશે કેમકે એમને સબસિડીની જરૂર જ રહેતી નથી. હવે ભારતથી ડ્રાેન આવ્યો હોવાની વાત ખુદ ડોનાલ્ડે તરતી મુકી છે ત્યારે ભારત આ વાતનો પ્રતિભાવ કેવી રીતે આપે છે તે જોવાનું રહેશે.

Comments

comments

VOTING POLL