ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશનના કામે 37 ટકા ઉંચા ભાવઃ ફાઇલની ફેંકાફેંકી

રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકના ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ના કામ માટે કરેલી ટેન્ડર પ્રqક્રયાના અંતે એસ્ટીમેટ કરતા 37 ટકા ઉંચા ભાવ આવ્યા હોવાનું જાણવા મળે છે ઉંચી રકમની આેન ના કારણે હજુ સુધી આ માટેના ટેન્ડર ફાઇનલ થઇ શક્યા નથી અને આ માટેની ફાઈલની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચ અને મ્યુનિસિપલ કમિશનર બ્રાન્ચ વચ્ચે ફેંકાફેંકી થઈ રહી હોવાનું જાણવા મળે છે. છેલ્લા ઘણા સમયથી મહાપાલિકામાં વહીવટી પ્રqક્રયાઆે વિલંબિત થઈ રહ્યાની ફરિયાદો ઉઠી રહી છે તેમાં આ સાથે વધુ એકનો ઉમેરો થયો છે.
વધુમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ 37 ટકા ઉંચા ભાવ સાથે ના ટેન્ડર ફાઈનલ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને ફાઈલ મોકલવામાં આવી હતી દરમિયાન ફાઇલમાં પી.એ.ટૂ કમિશનર દ્વારા અમુક ટેકનિકલ કવેરી કાઢવામાં આવી હતી અને ફરી ફાઈલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચને મોકલવામાં આવી હતી.
ટેન્ડર ફાઈનલ થાય અને સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત મોકલવામાં આવે કમિટીમાં બહાલી મળે અને ઠરાવ પસાર કરી કમિશનરને રવાના કરાય અને ત્યારબાદ કમિશનર દરખાસ્તને વહીવટી મંજૂરી આપે પછી પ્રqક્રયાના ભાગરુપે કરારનામું થયા બાદ વર્ક આેર્ડર આપે ત્યાં સુધીની લાંબી પ્રqક્રયામાં હજુ એકાદ મહિનો વીતી જાય તેવી સંભાવના છે આથી ત્યાં સુધી હયાત કોન્ટ્રાક્ટર એજન્સીને યથાવત રાખી કામ ચલાવવામાં આવી રહ્યાનું જાણવા મળે છે.
મહત્વપૂર્ણ છે કે કોઈપણ કોન્ટ્રાક્ટમાં એસ્ટીમેટ કરતા ભાવ Kચા આવે કે નીચા હવે તેનાથી વધુ મહત્વની બાબત તંદુરસ્ત હરીફાઈ થાય અને સ્પર્ધાના તત્વના કારણે તંત્રને ફાયદો થાય તે હોય છે પરંતુ આવું ભાગ્યે જ બનતું હોય છે. મહાપાલિકાની અનેક શાખાઆેમાં કરાર પૂરા થઈ ગયા બાદ જુની કોન્ટ્રાક્ટર એજન્સીઆેને એક્સટેન્શન આપીને ફાયદો પણ કરાવવામાં આવે છે!