ડોલરની સરખામણીએ રૂપિયો ફંલગુલાબીઃ 70 રૂપિયાથી નીચે આવ્યો

November 30, 2018 at 11:03 am


ડોલરની સરખામણીએ ભારતીય રુપિયો સતત મજબૂત થઈ રહ્યાે છે. તાજેતરના વિદેશી રોકાણ અને ખનીજ તેલના ઘટતા જતા ભાવને કારણે વિદેશી ચલણ બજારમાં રુપિયો અમેરિકાન ડોલરની સરખામણીએ 77 પૈસાનો હનુમાન કૂદકો લગાવીને ત્રણ મહિનાના સર્વોચ્ચ સ્તર 69.85 રુપિયા પ્રતિ ડોલર આવી પહાેંચ્યો હતો.

ભારત જેવા ખનિજ તેલના સૌથી મોટા આયાતકાર દેશને એ સમયે રાહત મળી જ્યારે વૈિશ્વક બજારમાં ક્રૂડ આેઈલનો ભાવ 60 ડોલર પ્રતિ બેરલથી પણ નીચે જતો રહ્યાે હતો. બજારના સૂત્રોએ જણાવ્યું કે, શેર બજારમાં ચાલી રહેલી તેજી, વિદેશોમાં કેટલાક ટોચના ચલણની સરખામણીએ ડોલર નબળો પડવાને કારણે ઘરેલુ રુપિયામાં ત્રીજા દિવસે ઉછાળો જોવા મળ્યો છે.

નિકાસકારો અને બેન્કોની વેચાવલીને કારણે શરુઆતી કારોબારમાં રુપિયો ડોલરની સરખામણીએ 57 પૈસાની મજબૂતી સાથે 70.05 પર ખુલ્યો હતો. અમેરિકન ફેડરલ રિઝર્વ જેરામ પોવેલના નીતિગત વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન કરવાની સંભાવનાના નિવેદનથી રુપિયાને સમર્થન મળ્યું હતું. આ વધારો આખો દિવસ ચાલુ રહ્યાે હતો.
કારોબારના અંતે છેલ્લા બંદ ભાવની સરખામણીએ રુપિયો 77 પૈસાના ઉછાળા સાથે 69.85 પ્રતિ ડોલર પર બંધ રહ્યાે હતો. આ અગાઉ, બુધવારે ડોલરની સરખામણીએ રુપિયો 17 પૈસા મજબુતી સાથે 70.62 પ્રતિ ડોલર બંધ રહ્યાે હતો.
રુપિયામાં છેલ્લા 10 દિવસથી મજબૂતી જોવા મળી રહી છે. ત્રણ મહિના બાદ તે 70 રુપિયાના સ્તરથી નીચે આવ્યો છે. આ અગાઉ, 24 આેગસ્ટના રોજ રુપિયો 70 રુપિયાના સર્વોચ્ચ સ્તરથી નીચે એક ડોલરની સરખામણીએ 69.91 રુપિયા પર બંધ થયો હતો. ચલણના કારોબારીઆે અનુસાર, અન્ય વિદેશી ચલણની સરખામણીએ ડોલર નબળો થવાને કારણે પણ રુપિયો મજબૂત થયો છે.
રુપિયામાં મજબૂતી દેખાવાની વચ્ચે નવેમ્બર વાયદા અને વિકલ્પ વર્ગમાં સોદા પૂરા કરવા માટે કરવામાં આવેલી લેવાલી સાથે ગુરુવારે સેન્સેક્સ 450 પોઈન્ટના ઉછાળા સાથે 36,170.41 પર બંધ થયો હતો. અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પાવેલના નિવેદન બાદ વૈિશ્વક સ્તરે જોવા મળેલા સકારાત્મક વલણની અસર પણ ભારતીય શેરબજારમાં જોવા મળી હતી. ત્રીસ શોર પર આધારિત સેન્સેક્સ 453.46 પોઈન્ટ એટલે કે 1.27 ટકાની તેજી સાથે 36,170.41 પર બંધ થયો હતો.

Comments

comments

VOTING POLL