ડોલર સામે રૂપિયો ધરાશાયીઃ રૂા.71એ પહાેંચ્યો

August 31, 2018 at 10:39 am


ડોલર સામે આજે તો રૂપિયો જાણે કે દંડવત કરતો હોય તેવી રીતે સતત ઘસારો યથાવત રહેવા પામ્યો છે. આજે ઉઘડતી બજારે 26 પૈસા તૂટયા બાદ સૌથી નીચલી સપાટીએ પહાેંચી ગયો છે. બીજી બાજુ શેરબજારમાં પણ કડાકા બાદ રિકવરી જોવા મળી રહી છે.
રૂપિયાનો ઘસારો અટકવાનું નામ લેતો નથી અને રોજ તે રેકોર્ડ નીચલા સ્તરે પહાેંચી રહ્યાે છે. આજે પણ ડોલરના મુકાબલે રૂપિયો અત્યાર સુધીના સૌથી રેકોર્ડ નીચલા સ્તરે ખુલ્યો છે. ડોલરના મુકાબલે રૂપિયો 26 પૈસાના કડાકા સાથે 71ની સપાટીએ ખુલ્યો હતો. જ્યારે કાલના કારોબારમાં ડોલરના મુકાબલે રૂપિયો 70.74ના સ્તરે બંધ થયો હતો.
શેરબજારમાં શરૂઆતમાં કડાકો જોવાયા બાદ હવે બજારમાં સારી રિકવરી જોવા મળી રહી છે અને સેન્સેક્સ 124 તથા નિફટી 44 પોઈન્ટ ઉછળ્યા છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 38814 અને નિફટી 11721 ઉપર કારોબાર કરી રહ્યા છે.
આજના કારોબારમાં ફામાર્, આઈટી, એફએમસીજી, આેટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડસ અને પાવર શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ભારતી ઈન્ફ્રાટેલ, સન ફામાર્, એચસીએલ ટેક, સિપ્લા, પાવર ગ્રીડ, વિપ્રાે, ઈન્ફોસિસ અને આેએનજીસીના શેરો મજબૂત બન્યા છે તો યેસ બેન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, બીપીસીએલ, વેદાંતા અને એચડીએફસી બેન્ક નબળા પડયા છે. મીડકેપ શેરોમાં પીરામલ એન્ટરપ્રાઈસીસ, સીજી કન્ઝયુમર, અજંતા ફામાર્, ટોરેન્ટ ફામાર્ અને ડિવિઝ લેબ ઉછળ્યા છે. જ્યારે યુનિયન બેન્ક, એસજેવેએન, 3એમ ઈન્ડિયા અને એનબીસીસી નબળા પડયા છે.
સ્મોલકેપ શેરોમાં મોહોતા ઈન્ડસ્ટ્રીઝ, ડાયનામિક ટેક, જય કોર્પ, રુબી મીલ્સ સહિતના શેરો મજબૂત બન્યા છે. જ્યારે ભારતીય ઈન્ટરનેશનલ, જેબીએફ ઈન્ડસ્ટ્રીઝ, સિગનેટ ઈન્ડસ્ટ્રીઝ, એરો ગ્રીનટેક અને આેરિનપ્રાે સોલ્યુશન્સ નબળા પડયા છે.

Comments

comments

VOTING POLL