ડોળાસા પાસે દારૂ ભરેલી કારે બાઈકને હડફેટે લેતાં એકનું મોતઃ એક ગંભીર

June 10, 2019 at 11:34 am


કોડીનારના ડોળાસા ગામે સજાર્યેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોને ગંભીર ઈજા થતાં પ્રથમ કોડીનાર બાદ 1ને વધુ સારવાર અથ£ આગળ ખસેડાયેલ છે.

બનાવની વિગત એવી છે કે ડોળાસાના બે શેઢા પાડોશી ખેડૂત પુત્રો મનોજભાઈ બાલુભાઈ મોરી (ઉ.વ.30) અને ભરતભાઈ ભોળાભાઈ મોરી (ઉ.વ.28) મોટરસાઈકલ નં.જીજે-32-એચ-5772માં બેસી વાડીએથી ઘરે જવા નીકýયાં ત્યારે દીવ તરફથી આવતી જીજે-11-એએસ-5478 નંબરની ટાટા જેસ્ટ મોટરકારે આ બાઈકને હડફેટે લઈ 50 મીટર સુધી ઢસડયા હતા બાદ કાર રોકી હતી. જેમાં બન્ને યુવાનોને ગંભીર ઈજા થઈ હતી પ્રથમ કોડીનાર દવાખાને ખસેડાયા હતા જયા તબિબોએ મનોજભાઈ બાલુભાઈ મોરીને મૃત જાહેર કર્યા હતાં. જ્યારે ભરતભાઈ ભોળાભાઈ મોરીને ગંભીર ઈજા થતાં વધુ સારવાર અથ£ જૂનાગઢ ખસેડાયા છે.

અકસ્માત કરનાર મોટરકારની તલાસી લેતા તેના બોનેટમાંથી પણ દારૂની બોટલો નીકળી હતી ઉપરાંત પાછળની ડેકીમાં પણ દારૂનો જથ્થાે મળી આવ્યો હતો. ગાડી ઉપર પોલીસનો ટેગ હતો. જાણકારો કહે છે. આ ગાડી હકીકતમાં પોલીસ કર્મચારીની છે અને ખૂદ પોલીસ કર્મચારી દારૂની હેરાફેરી કરતો હોવાનું ખુલુ પડી જતાં જનતામાં ભારે રોષ છવાયો છે.

ડોળાસા ગામની જનતાની માંગ છે કે, કોડીનાર અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઆે આ મામલે યોગ્ય તપાસ કરી કસુરવાર પોલીસમેન હોય તો પણ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
ડોળાસાના યુવાનનું આ અકસ્માતમાં મોત થયાના સમાચાર મળતા ગામ અને કારડિયા રાજપૂત સમાજમાં શોક છવાયો છે.

Comments

comments

VOTING POLL