ડો.વંભ કથીરિયા નવરચિત રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેનપદે નિમાયા

February 23, 2019 at 11:40 am


કેન્દ્ર સરકારે તાજેતરમાં સંસદમાં રજૂ કરેલા વચગાળાના અંદાજપત્રમાં ગૌ સંવર્ધન અને સંશોધન માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના કરવાની જાહેરાત કરી હતી. શુક્રવારે આ આયોગના ચેરમેન પદે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વંભ કથિરિયાની નિમણૂક કરી છે. ડો.કથિરિયા ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન રહી ચૂક્યા છે.
આ આયોગના ચેરમેન પદે ડો.કથિરિયા ઉપરાંત વાઇસ ચેરમેન પદે કેન્દ્રીય પશુપાલન સચિવની નિમણૂક કરાઇ છે. જ્યારે સભ્યોમાં ગૌસેવાની પ્રવૃિત્ત સાથે સંકળાયેલા બે જાણીતા વ્યિક્તઆેની પસંદગી કરવામાં આવી છે જેમાં મહારાષ્ટ્રના નાગપુરના ગો-વિજ્ઞાન અનુસંધાન કેન્દ્રના સુનિલ માસિંગકા અને ગૌ સંવર્ધન ક્ષેત્રે કામ મધ્યપ્રદેશમાં કામ કરતા હુકુમચંદ સાવલાની નિમણૂક કરાઇ છે. આ ઉપરાંત કરનાલની નેશનલ ડેરી રિસર્ચ ઇિન્સ્ટટéૂટના ડિરેક્ટર તથા બીએઆઇએફ રિસર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટની પણ સ્વૈિચ્છક સંસ્થાઆેના પ્રતિનિધિ તરીકે વરણી કરાઇ છે. આ ક્ષેત્રે સંશોધન કરતાં ઇન્ડિયન કાઉિન્સલ આેફ એગિ્રકલ્ચરલ રિસર્ચના કેન્દ્ર અને રાજ્યોના બે પ્રતિનિધિ, આસામ અને આંધ્રપ્રદેશના પશુપાલન મંત્રાલયના બે ડિરેક્ટરોની પણ નિમણૂક કરાઇ છે. આયોગના સભ્ય સચિવ પદે કેન્દ્રીય પશુપાલન વિભાગના સંયુક્ત સચિવને મૂકવામાં આવ્યા છે..

Comments

comments