ડ્રગ્સના આરોપીઓને જખૌ બંદરે લવાયા

May 22, 2019 at 9:25 am


કોસ્ટ ગાર્ડ દ્વારા ભારતીય દરિયાઈ સીમામાંથી ડ્રગ્સના મોટા જથ્થા સાથે ૧૩ લોકોને ઝડપી પાડયા હતા. આજે સુરક્ષા એજન્સીઓ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અને બોટને જખૌ બંદરે લાવવામાં આવ્યા હતા અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં મોટા ખુલાસા થવાની પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે.
કોસ્ટગાર્ડના જવાનો દ્વારા ભારતીય સીમમાં પ્રવેશેલી એક બોટની તપાસ બાદ આશરે ૬૦૦ કરોડનું ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો હતો અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પણ ધરબોચી લેવામાં આવ્યા હતા. મધદરિયેથી આ ગુનામાં વપરાયેલ બોટ અને આરોપીઓની જખૌ કોસ્ટગાર્ડ કચેરી ખાતે લઈ આવવામાં આવ્યા છે. મોડી સાંજે જખૌ કોસ્ટગાર્ડ ખાતે આરોપીઓને લઈ આવવામાં આવ્યા હતા અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા અલગ અલગ રીતે પૂછપરછનો દોર આરંભ્યો હતો.
ભારતીય જળસીમામાંથી ભારતમાં મોટાપાયે ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાના પ્રયત્નનો કોસ્ટ ગાર્ડ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને મધદરિયે ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓને જખૌ ખાતે કાર્યરત કોસ્ટગાર્ડ કચેરી ખાતે લઈ આવવામાં આવ્યા છે અને વિવિધ એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Comments

comments