ડ્રામા ક્વિન રાખી સાવંત 16 શણગાર ઓઢી પહોંચી કુંભ મેળામાં…..

February 7, 2019 at 8:22 pm


કુંભ મેળામાં દેશ વિદેશની યુવતીઓ શ્રદ્ધા સાથે આવતી હોય છે, અનેક શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવવા આવી રહ્યા છે. જેમાં આજે ડ્રામા ક્વીન તરીકે જાણીતી બોલીવુડ એક્ટ્રેસ રાખી સાવંત પણ આવી હતી. તેની સાથે અભિનેતા સુદેશ બેરી પણ આવ્યો હતો. આ દરમિયાન રાખીએ 16 શૃંગાર કર્યા હતા. ડ્રામા ક્વિન રાખીએ માંગમાં સિંદૂર પણ ભર્યું હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે લગ્ન કરી લીધા છે ? જેના જવાબમાં કહ્યું કે અપરણિત છું અને પ્રયાગરાજ કુંભમાં ગંગામાં મારા પાપ ધોવા માટે આવી છું.

પ્રયાગરાજ પાંવન નગરી છે. તેથી હું કુંભમાં પૂરા પારંપરિક વેશ સિંદૂર લગાવીને આવી છું. હું કુંભ અંગે સતત સાંભળતી આવી છું પરંતુ ભીડના કારણે હિંમત નહોતી કરી શકતી, એટલે કે લાગે છે કે ડ્રામા ક્વિન રાખી ખરેખર રેડ ડ્રેસમાં કુંભમાં પાપનો પશ્ચાતાપ જ કરવા આવી છે.

Comments

comments

VOTING POLL