ઢેબર રોડ, ગાેંડલ રોડ અને પુનિતનગર નજીક ભારે વાહનોની અવર-જવર બંધ કરવા લોખંડના ગર્ડર મુકાશેઃ ત્રણ લોકેશન ફાઈનલ

September 12, 2018 at 3:48 pm


મહાપાલિકા દ્વારા ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ઢેબર રોડ, ગાેંડલ રોડ અને પુનિતનગર નજીક ભારે વાહનોની અવર-જવર બંધ કરવા માટે લોખંડના ગર્ડર મુકવામાં આવશે.

વધુમાં મહાપાલિકાના ઈજનેરી વતુર્ળોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની વર્તમાન ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ વોર્ડ નં.13/18માં ઢેબર રોડ પરથી ગાેંડલ રોડ પર રાજકમલ પેટ્રાેલપંપ0 પાસ0 આવતાં વિરાણી ફાટક નામથી આેળખાતાં રેલવે ક્રાેસિંગ નં.એલસી-13/એવાળો રસ્તો તેમજ વોર્ડ નં.13માં રાજકમલ પેટ્રાેલપંપથી પુનિતનગર પાણીના ટાંકા તરફ જતો રસ્તા પણ દિવસ દરમિયાન સતત ભારે વાહનોની અવર-જવર રહેતાં અત્યંત ટ્રાફિક જામ થતો હોવાથી ટ્રાફિક સમસ્યાના નિરાકારણ માટે મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા, રાજકોટના અભિપ્રાય ધ્યાને લઈ અત્રેની કચેરી દ્વારા ઉપરોક્ત રસ્તાઆે પર ભારે વાહનોની પ્રવેશબંધી માટે 7 ફૂટથી વધુ ઉંચાના વાહનો પ્રવેશી ન શકે તે હેતુથી નીચે દશાર્વેલ સ્થળોએ હાઈટ ગેજ ઉભા કરવાના થાય છે. (1) ઢેબર રોડથી ગાેંડલ રોડ તરફ જતાં ફાટક પહેલા (2) ગાેંડલ રોડથી ઢેબર રોડ તરફ જતાં ક્રિષ્ના પાન પાસે (3) પુનિતનગર ટાંકાથી રાજકમલ પેટ્રાેલપંપ તરફ જતાં ટાંકા પાસે હાઈટગેજ મતલબ કે લોખંડના ગર્ડર મુકવામાં આવશે.

Comments

comments

VOTING POLL