ઢોર ડબ્બામાં પશુઆે મૃત્યુ પામે છે ત્યારે જવાબદાર અધિકારી સામે પગલાં લો, નહી તો ઉપવાસ આંદોલન

August 21, 2018 at 11:11 am


જામનગરમાં 6 અબોલ પશુઆેના રણજીતસાગરના ઢોર વાળામાં મૃત્યુ થયા છે, તેઆેને પુરતુ ખાવાનું આપવામાં આવતું નથી, સાતેક મહીનામાં 288 જેટલા પશુઆેના મોત જયા છે ત્યારે આ અંગે જવાબદાર અધિકારી સામે પગલાં નહી લેવાય તો તા.27થી લાલબંગલા સર્કલ ખાતે હું ઉપવાસ આંદોલન કરીશ તેવી ચીમકી વોર્ડ નં.15ના સીનીયર નગરસેવક દેવશી આહીરે મ્યુ.કમિશ્નરને લખેલા પત્રમાં આપી છે. આ પત્રમાં જણાવાયું છે કે, છેં 6 થી 7 મહિનામાં આવી રીતે સર્વે ધરતા ચાેંકાવનારી વાત એ છે કે, 288 જેટલા ગૌવંશના મૃત્યુ નિપજયા છે જે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલું નથી, અને એક બાજુ હિંદુધર્મનું પવિત્ર ગણાતું એવું પશુધન બચાવવા માટે કરોડોના ખર્ચે પશુધન બચાવવા માટે વિવિધ કાર્યક્રમ કરી રહી છે સરકાર મોટા મોટા બોર્ડ લગાવી અને ચોપાનિયામાં છપાવીને આવી ખોટી જાહેરાતોમાં પ્રસિધ્ધી કરી છે તો આ છેલ્લા 6 થી 7 મહિનામાં યોગ્ય વ્યવસ્થા હોવા છતાં પણ 288 જેટલા અબોલ અને નિર્દોષ પશુઆેના મોત નિપજય છે તો આ પશુઆેનો પશુધનમાં સમાવેશ નથી થતોં માટે આ પશુધનના મોતના રહસ્ય ખુલતા જીવદયા પ્રેમીઆેમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે અને જામનગર મહાનગરપાલિકા વિરૂધ્ધ રોષ પણ વ્યકત કર્યો છે, ખરેખર આવા પવિત્રમાસમાં આ અધિકારીઆે શું કરી રહ્યાં છે ં અને ખરેખર આવા અધિકારીઆેને સસ્પેન્ડ કરી ફોજદારી ગુન્હો દાખલ કરી જેલ ભેગા કરવા જોઇએ એવી અમારી માંગણી છે અને આવા મુંગા, અબોલ અને નિર્દોષ પશુ ઉપર થઇ રહેલા અત્યાચાર ઉપર જરા પણ સાંખી લેવામાં નહી આવે જે તંત્રને ધ્યાને લેવા વિદિત થવા ખરેખર ભાજપના રાજમાં લોલમલોલ અને પોલમપોલ જેવી પરિિસ્થત જોવા મળે છે.

આવા અધિકારીઆે દ્વારા એક પુશદીઠ પ્રતિ દિવસ 20 થી 25 કિલો ઘાસ મળવું જોઇએ એવી અમારી માંગણી છે, માટે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા યોગ્ય કરશો, આવા મોટા મોટા રહસ્યો જયારે પ્રજાની સામે આવી રહ્યાં છે, ત્યારે જો આવા બનાવ પર પુરતું ધ્યાન આપવામાં નહી આવે તો દિવસેને દિવસે વધુ પશુધન મોતને ભેટશે અને એક દિવસ એવો પણ આવશે કે આગામ પેઢી માટે માત્રને માત્ર પશુધનની કલ્પના જ કરવાની રહેશે જેને વાસ્તવિકતામાં જોવા મળશે જ નહી જામનગરની ધર્મપે્રમી, પશુધનપ્રેમી જનતાને મારી અપીલ છે કે કયાંય પણ આવા નિર્દોષ, અબોલ અને મુંગા પશુ પ્રત્યે કોઇપણ અત્યાચાર થઇ રહેલો જણાય તો વોર્ડ નં.15ના નગરસેવક દેવશી આહીરનો કોઇપણ સમયે સંપર્ક કરવા વિનંતી. આ પ્રશ્નો અંગે જો જામનગર મહાનગરપાલિકા દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહી આવે તો, આગામી 7 દિવસની અંદર આ પ્રશ્નોનો કોઇ નિકાલ કરવામાં નહી આવે અથવા લગત કર્મચારીઆે વિરૂધ્ધ કોઇપણ કાર્યવાહી કરવામાં નહી આવે તો વોર્ડ નં.15નો નગરસેવક હું દેવશી આહીર લાલબંગલા સર્કલ સામે તા.27-8-2018ના સોમવારના રોજ સવારે 9 વાગ્યાથી લઇને સાંજના 6 વાગ્યા સુધી ઉપવાસ આંદોલન ઉપર ઊતરીશ.

Comments

comments