તંત્રી-સ્થાનેથી

 • default
  દેશમાં એનડીએનું પ્રભુત્વ

  તાજેતરમાં કરવામાં આવેલા સીએસડીએસ-લોકનીતિના સર્વે અનુસાર, જો હાલમાં ચૂંટણી થાય છે તો એનડીએ 274 સીટો પર જીત મેળવી લેશે. જ્યારે તમામ ગઠબંધન છતા વિપક્ષ સરકાર બનાવવા માટે જરુરી સીટોની નજીક પણ પહાેંચી શકશે નહી. આમ વર્તમાન સરકારના ચાર વર્ષ પછી પણ તેનું પ્રભુત્વ જોવા મળ્યું છે. એનડીએના પ્રભુત્વનું કારણ સ્પષ્ટ છે. યૂપીને છોડી દો, તો … Read More

 • default
  પેટ્રાેલની આગ અને પ્રજાનો રોષ

  પેટ્રાેલ-ડિઝલના સતત વધતા જતાં ભાવોને કારણે પ્રજામાં રોષ છવાયેલો છે. નરેન્દ્ર મોદી સરકારે કણાર્ટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું નુકસાન અટકાવવા માટે પેટ્રાેલ અને ડીઝલના ભાવો કૃત્રિમ રીતે દબાવી રાખ્યા હતા. પરંતુ આ સમયગાળા દરમિયાન ક્રૂડના ભાવો તો વધતા જ રહ્યા હતા. એટલે હવે દબાવી રખાયેલા ભાવોમાં એકદમ જ ઉછાળો આવ્યો છે અને તેની ઝાળ ભારતભરમાં ખાસ … Read More

 • default
  શપથ ગ્રહણની સાથે શિક્ત પ્રદર્શન

  છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણના મહત્વના એવા કણાર્ટક રાજયમાં ચાલી આવતી રાજકીય અનિશ્ચિતતાઆેનો અંત આવ્યો છે. ગઈકાલે રાજયના મુખ્યમંત્રી તરીકે જેડીએસના કુમારાસ્વામીએ શપથ ગ્રહણ કરતાની સાથે જ જાત જાતની અટકળો સમાપ્ત થઈ ગઈ છે પરંતુ સવાલ એ ઉદભવી રહ્યાે છે કે કાેંગ્રેસ સાથે મને-કમને કરેલું ગઠબંધન કેટલું લાંબું ચાલશે. કાેંગ્રેસ-જેડીએસની સંયુકત સરકારના શપથવિધિ સમારોહને બીજા શબ્દોમાં &hell Read More

 • default
  રશિયા સાથેની મિત્રતા નવા શિખરે

  ભારત અને રશિયા વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારી નવી Kચાઇએ પહાેંચીને ખાસ વિશેષાધિકાર ધરાવતી વ્યુહાત્મક ભાગીદારી બની ગઇ છે.ભારત અને રશિયા લાંબા સમયથી મિત્ર છે અને અતૂટ મિત્રતા ધરાવે છે. તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ બંને દેશ વચ્ચેના વ્યુહાત્મક સંબંધોનાં બીજ વાવ્યા હતા અને હવે રશિયા અને પુટિન બંને વિકસીને ભારતના વિશેષ વ્યૂહાત્મક ભાગીદાર બની ગયા … Read More

 • default
  કર’નાટક’

  કણાર્ટકમાં કાેંગ્રેસ અને જનતાદળ (એસ)નું ગઠબંધન સત્તામાં આવી રહ્યું છે અને કુમારાસ્વામી મુખ્યમંત્રી બનવાના છે ત્યારે છેલ્લા કેટલાક દિવસ દરમિયાન કણાર્ટકમાં જે ખેલ ખેલાયા તે ઘણા રસપ્રદ છે. યેદીયુરપ્પા ભલે કણાર્ટકના મુખ્યમંત્રીપદે થોડા સમય માટે બિરાજમાન થયા, પરંતુ તેમની સત્તાની ખુરશીનો પાયો શરુઆતથી જ લડખડાતો જોવા મળ્યો હતો. યેદીયુરપ્પાએ આ સાથે એક નવો રેકોર્ડ બનાવી … Read More

 • આનંદો… ચોમાસુ વહેલું આવશે

  આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ વહેલું આવી પહાેંચશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે. ભારતીય વેધશાળાની આગાહી મુજબ નૈઋત્યનું ચોમાસું કેરળના કાંઠે દર વખત કરતા ત્રણ દિવસ વહેલું એટલે કે 29મી જૂને આવી પહાેંચશે. જોકે આમાં ચાર દિવસ આગળ-પાછળ પણ થઈ શકે છે. નૈઋત્યનું ચોમાસું કેરળમાં 29મી મેથી શરૂ થશે અને તેમાં કદાચ ચાર દિવસનો ફરક પણ … Continue reading આનંદો… ચો Read More

 • default
  બેન્કોની અ.ધ.ધ ખોટ

  ચાલુ વર્ષે સરકારી બેન્કોના પરિણામોમાં 43,026 કરોડની જોવાયેલી સંયુક્ત ખોટે ખતરાની નિશાની પાર કરી છે. ખોટનો આ જંગી આંકડો સૂચવે છે કે નાણાં મંત્રાલયે ચાલુ નાણાં વર્ષે બેન્કો માટે વધુ રકમની જોગવાઈ કરવી પડશે. 12,282 કરોડની સૌથી વધુ વાર્ષિક ખોટ પંજાબ નેશનલ બેન્કની નાેંધાઈ હતી, જેમાં નિરવ મોદી-ગીતાંજલિ જેમ્સના કૌભાંડની 50 ટકા રકમનો પણ સમાવેશ … Read More

 • default
  કાશ્મીરમાં આેપરેશન બંધ

  કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુરક્ષાદળોને નિર્દેશ આપ્યા છે કે રમઝાન મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં આેપરેશન હાથ ધરવામાં ન આવે. જમ્મુ-કાશ્મીરમાં રમજાન મહિનામાં કેન્દ્ર સરકારે ત્રાસવાદીઆે સામે જાહેર કરેલા એકતરફી શસ્ત્રવિરામના વિરોધમાં પોકાર ઊઠી રહ્યા છે. સૈન્યના અધિકારીઆે માને છે કે આ ઘોષણા ત્રાસવાદી જૂથોનો ઉત્સાહ વધશે. જે વેળાએ આતંકવાદીઆેની કમર ભાંગી ગઈ છે અને તેઆે નાસી રહ્યા છે … < Read More

 • default
  વિમાની ભાડા પર નિયંત્રણ મુકો

  શાળા-કોલેજોમાં ચાલી રહેલા વેકેશનનો લાભ સૌથી વધુ એરલાઈન્સ મેળવી રહી છે. ટ્રેનોમાં જગ્યા ન મળતા લોકો વિમાની સેવા તરફ જાય છે અને તેમની આ ગરજનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે. સરકાર પાસે ભાડા નિયંત્રણની દરખાસ્ત ઘણા સમયથી પેન્ડિંગ છે અને લોકો લુંટાઈ રહ્યા છે. સામાન્ય દિવસોમાં જે ટિકિટ બે હજાર રુપિયામાં મળી જતી હોય તેના ભાવ … Read More

 • default
  ગંગા શુધ્ધિકરણઃ ગાડી પાટે ચડશેં

  ગંગા નદીને શુધ્ધ કરવા માટે સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસો હજુ સુધી દેખીતી રીતે સફળ થયા નથી પરંતુ હવે વધુ એક વખત આ માટે વાયદો કરવામાં આવ્યો છે. કરોડો ભારતીયો માટે આસ્થાનું પ્રતીક અને સદીઆેથી ભારતીય સંસ્કૃતિ જેના કાંઠે પાંગરી છે એવી ગંગા નદીનાં શુદ્ધિકરણ માટે લગભગ ત્રણ દાયકાથી જાત જાતના પ્રાેજેક્ટસ ચાલે છે. પરંતુ, … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL