તમામ ભાષાની ફિલ્મ કરવા ખુબસુરત શ્રુતિ હસન ઇચ્છુક

August 13, 2018 at 9:05 pm


બાેલિવુડ અને દક્ષિણ ભારતમાં ભારે લોકપ્રિયતા મેળવી રહેલી ખુબસુરત સેક્સી સ્ટાર શ્રુતિ હસન હિન્દી અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરવા માટે ઉત્સુક છે. એક સાથે જુદી જુદી ભાષાની ફિલ્મો કરવા તે ઇચ્છુક છે. હાલમાં તે બિ્રટીશ બાેયફ્રેન્ડની સાથે ક્વોલિટી સમય ગાળી ચુકી છે. શ્રુતિ હસને વિગત આપતા કહ્યાુ છે કે તે ખુબ વ્યસ્ત છે. તેની પાસે હાલમાં કોઇ પણ અન્ય બાબત માટે સમય નથી. તેનુ કહેવુ છે કે તેને લઇને આવરી રહેલા અહેવાલ બિલકુલ આધારવગરના છે. અફવાના કારણે કોઇની અસર થશે નહી. હાલમાં કેટલાક અન્ય પ્રાેજેક્ટ પણ હાથમાં ધરાવે છે. શ્રુતિ હસન હાલમાં સાેશિયલ મિડિયા પર પણ છવાયેલી રહે છે.
ખુબસુરત સ્ટાર શ્રુતિ સાેશિયલ મિડિયા પર સાૈથી વધારે ફોલોઅસૅ ધરાવનાર સેલિબિ્રટી તરીકે પણ છે. શ્રુતિએ હાલમાં અહેવાલને રદિયો આÃયો છે. જો કે બાેલિવુડના લોકો આ અંગે વાત કરવા માટે તૈયાર નથી. દક્ષિણ ભારતની તે સફળ અભિનેત્રી પુરવાર થઇ ચુકી છે. શ્રુતિ હસન તમિળ ફિલ્મોમાં ખુ સફળ સાબિત થઇ છે. જો કે તેને હિન્દી ફિલ્મોમાં અપેક્ષા કરતા આેછી સફળતા હાથ લાગી છે. શ્રુતિ હસનને પણ પિતા કમલ હસનની જેમ હિન્દી ફિલ્મોમાં અપેક્ષા કરતા આેછી સફળતા મળી છે. જો કે દક્ષિણ ભારતની ફિલ્મોમાં તે સુપરહિટ સાબિત થઇ છે.

Comments

comments