તમામ મહાનગરોને નર્મદામાંથી અપાતા પાણીના જથ્થામાં બે સપ્તાહ બાદ કાપ મુકાશે

February 6, 2018 at 11:20 am


અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આવતા દિવસોમાં પાણીનું સંકટ નિશ્ર્ચિત છે. નર્મદાના કેચમેન્ટ વિસ્તારમાં ઓછા વરસાદના કારણે ગુજરાતને ફાળે આવતું પાણી આ ઘડાડો થયો છે. આગામી ઉનાળા સુધક્ષ ગુજરાતને માત્ર એક મિલિયન એકર ફીટ પાણી મળ્યું છે. આ પાણીમાં રાજ્યમાથે આખો ઉનાળો કાડવાનો થાય છે. બીજીબાજુ રાજ્યના 209 જળાશયોમાં પાણીનો જથ્થો સામાન્ય છે જે બીજીબાજુ દિવસોમાં મહાનગરોમાં બેડાયુધ્ધના અેંધાણ આપી રહ્યા છે. અમદાવાદ-સુરતને મળતા પાણીમાં જંગી ઘટાડો થશે તો વડોદરા અને રાજકોટને 50 એમએલડી પાણીમાં સંતોષ માનવા તૈયાર રહેવું પડશે નર્મદા નિગમ સાથે સંકળાયેલા વિશ્ર્વસનીય સૂત્રો જણાવે છે જેની અમલવારી આગામી નગરપાલિકાની ચૂંટણીઓ સંપન્ન થતાની સાથે જ થશે. આગામી બે અઠવાડિયા પછી સર્જાનાર સ્થિતિને લઈને તંત્રએ તૈયારી કરવાના આદેશો આપી દીધા. આ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો, ઉચ્ચ અધિકારીઓને ક્ધટીજન્સી પ્લાન રજૂ કરવા જણાવાયું છે.
સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અમદાવાદમાં નર્મદા અને કડાણા ડેમ સહિત અન્ય માધ્યમોમાંથી 1420 મિલિયન લિટર પાણી પુ પાડવામાં જે ઘટાડીને 1200 મિલિયન લિટર કરી દેવામાં આવનાર છે. વડોદરા અને રાજકોટને 110 એમએલડી પાણી મળે છે તેમાં 60 એમએલડીનો ઘટાડો કરીને 50 એમએલડી કરવામાં આવનાર છે. આ પાણીના કાપ્ને પરિણામે મહાનગરોમાં પીવાના પાણીની મુશ્કેલીઓ ઉભી થશે.
એકબાજુ ઉનાળાની શઆત પૂર્વે જ આ પાણીનો કાપ મુકવામાં આવ્યો છે. શિયાળામાં પાણીની જરિયાત અને વપરાશ ઓછો હોય છે. તેની સામે ઉનાળામાં પાણીની માગ ઉંચી રહેવાની સાથે પાણીનો કાપ આવી રહ્યો છે. 15 માર્ચ બાદ ખેતી અને ઉદ્યોગોને પાણીમાં કાપ મુકવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેના લીધે ઉદ્યોગોએ પણ પાણી વેંચાતું લેવું પડશે તે વાત નિશ્ર્ચિત છે.
આ તમામ બાબતોને લક્ષમાં રાખીને રાજ્યની આઠેય મહાનગરપાલિકાઓને પીવાના પાણીની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરોને ક્ધટીજન્સી પ્લાન તૈયાર કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં પાણીના કાપ્ને લઈને મુખ્ય સચિવ કક્ષાએથી મોનિટરિંગ કરવામાં આવ્યું છે નર્મદા ઓથોરિટિ-સિંચાઈ ખાતુ, પાણી પુરવઠા તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓને વિવિધ બાબતોને લક્ષમાં લઈને રિપોર્ટ આપવાની સાથે વૈકલ્પીક પાણીના સ્ત્રોત અને જરિયો સંદર્ભમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આગામી જુલાઈ-2018 સુધીના પાણીનું આયોજન હાથ ધરવાનાં આદેશ થયા છે.
આજે નોંધવું જરી છે કે, રાજકોટ શહેરની દૈનિક 320 એમએલડી પાણીની જરિયાત સામે 110 એમએલડી નર્મદામાંથી મળવવામાં આવે છે. બાકીનું 210 એમએલડી પાણી આજી, ન્યારી, ભાદરમાંથી મેળવવામાં આવી રહ્યું છે. અત્રે નોંધવુ જરી છે કે, રાજકોટથી 10 કિ.મી.ના અંતરે હનુમાનધાર પર આવેલ ન્યારી-2નું પાણી પીવાલાયક નથી ખુદ સરકારનો રિપોર્ટ છે. લાલપરી અને રાંદરડા તળાવના પાણી પ્રધ્યુમન ઝૂ પાર્ક માટે અનામત રાખવામાં આવી રહ્યું છે રાજકોટ શહેરની વાત કરીએ તો અંદાજે 3.10 લાખ જેયલા નળ જોડાણ ધરાવતા શહેરમાં પીવાના પાણીની સમસ્યા 365 દિવસની છે તેમાં જર્નદાનું પાણીનો જથ્થો સીધો 50 ટકા કરતા પણ ઓછો થઈ જશે તો સમગ્ર રાજકોટ સહિતના મહાનગરોમાં પીવાના પાણીની ભારે કટોકટી નિશ્ર્ચિત છે.
આ સિવાય ગત વર્ષની સરખામણીએ દક્ષિણ ગુજરાતમાં પાણી સંગ્રહ ક્ષમતા ગત વર્ષની સરખામણીએ 27 ટકા ઓછી ચે. રાજ્યના 209 ડેમોમાં પાણીનું સ્ટોરેજ ખૂબજ ઓછું છે. આ બધી સ્થિતિને ધ્યાનમાં રાખીને વૈકલ્પીક પાણીના સ્ત્રોત ઉભા કરવાના આદેશથી મહાનગરોમાં પાણીપી પારાયણ શ થઈ ચુકી છે.

Comments

comments

VOTING POLL