તમામ મહિલાકર્મીઆેને સ્માર્ટ ફોનથી સજ્જ બનાવશે સરકાર

November 14, 2018 at 11:09 am


કેન્દ્ર સરકાર સરકારી યોજનાઆેમાં સરકાર અને જનતા વચ્ચે કડી બની રહેલી દરેક મહિલા સુધી સ્માર્ટ ફોન પહાેંચાડશે. આંગણવાડીમાં સીમિત સ્તર પર શરૂ થયેલા આ પ્રયોગને સરકાર વ્યાપક રીતે લાગુ કરવા માગે છે.
અંદાજે 24 લાખ આંગણવાડી અને આશા વર્કર ઉપરાંત આજીવિકા મિશનમાં પ્રતિનિધિ અને સહાયક તરીકે કામ કરી રહેલી મહિલાઆે, બેન્કીગ પ્રતિનિધિ તરીકે કામ કરી રહેલી મહિલાઆેને સ્માર્ટ ફોનથી સજ્જ કરવાની યોજના પર સરકાર કામ કરી રહી છે. સરકાર તેમને મફત ઈન્ટરનેટની સુવિધા પણ આપશે. પીએમઆેના જણાવ્યા મુજબ સુપરવાઈઝર અને સહાયક રીતે કામ કરી રહેલી મહિલાઆેને સ્માર્ટ ફોન સાથે જોડવાની વ્યવસ્થા કરવામાં આવશે.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સરકાર માની રહી છે કે સ્માર્ટ ફોન દરેક સ્તરે સરકારી કામકાજની મહત્ત્વની જરૂરિયાત બની ગયો છે. તેના દ્વારા ઉપરથી જારી થનારા નિર્દેશ પળભરમાં નીચલા સ્તરે પહાેંચી શકે છે. વિવિધ મંત્રાલયોની પોતાની એપ્લીકેશન છે જેના દ્વારા જાણકારી, માહિતી, ફરિયાદ અને સંપર્ક કરી શકાય છે. અનેક વિભાગોમાં મોબાઈલ પર સોશ્યલ મીડિયા ગ્રુપ બનાવીને કર્મીઆેને તેની સાથે જોહવામાં આવે છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર 30 લાખ મહિલાઆેને તબક્કાવાર સ્માર્ટ ફોન આપવામાં આવશે અને 2022 સુધીમાં તમામ મહિલા કર્મીઆેને ફોન આપવાનો લક્ષ્યાંક સેવવામાં આવી રહ્યાે છે.

Comments

comments

VOTING POLL