તમારા ઉપર છાપ મારી છે ? 37 ટેસ્ટમાં દર વખતે કોહલીએ ટીમ બદલાવી

August 18, 2018 at 6:46 pm


ટીમ ઈન્ડીયાના કપ્તાન વિરાટ કોહલીએ કહ્યું કે, ટીમમાં વારંવાર ફેરફાર કરવાથી ટીમના ખેલાડી હંમેશા પોતાની જાતને અસુરક્ષિત અનુભવે છે, અને આવું વિચારવું પણ વિચિત્ર છે. તમને જણાવી દઈએ કે, કોહલીએ કપ્તાન તરીકે 37 ટેસ્ટમાં 37 ફેરફાર કર્યા અને શનીવારથી Iગ્લેન્ડ વિરુÙ શરુ થઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં પણ આ ચલણ ચાલુ રહેવાની આશા છે. કોહલીએ કહ્યું કે, મને નથી લાગતુ કે, કોઈ એવું વિચારે છે. આ બધી વાતો બહાર જ કરવામાં આવે છે, અને લોકોને જાત-ભાતની કહાનીઆે બનાવવાનો શોખ હોય છે. અમારા માટે મેચ જીતવી પ્રાથમીકતા હોય છે. અમે એવું નથી વિચારતા કે, કોઈનું કરિયર દાવ પર છે અથવા ભવિષ્યનું શું થશે. તેમણે કહ્યું કે, અમારુ ફોકસ આ ટેસ્ટ પર છે. અમે કોઈના કરિયર વિશે નથી વિચારતા. આ વિચારવું પણ વિચિત્ર લાગે છે. હું આવું નથી વિચારતો. ભારતીય કપ્તાને કહ્યું કે, જ્યારે તમે સારુ નથી રમી શકતા ત્યારે બીજુ કશુ વિચારી જ નથી શકતા. તમારા મનમાં માત્ર ટીમને જીત અપાવવાનો જ વિચાર હોય છે.

Comments

comments

VOTING POLL