તરણેતર મેળાનો પરંપરાગત શિવપૂજનથી પ્રારંભ

September 12, 2018 at 11:42 am


તરણેતર ખાતે તા. 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભાતીગળ મેળો યોજાનાર છે. આ મેળામાં રમતોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકડાયરા, લોક સંસ્કૃતિ ઝાંખી, તસવીર પ્રદર્શન સહિતનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે પ્રથમ દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવના શિવપૂજન સાથે તરણેતર મેળાનો પ્રારંભ થયો છે. આ ઉપરાંત તા. 13-14-15 દરમિયાન વિવિધક કાર્યક્રમોના આયોજનની રુપરેખા તૈયાર કરવામાં આવી છે.વિશ્વ વિખ્યાત સુરેન્દ્રનગર ભાતીગળ તરણેતર મેળાનો પ્રારંભ તા.12મી સપ્ટેમ્બરના રોજ સવારે 10-00 કલાકે શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના શિવપૂજનથી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજયના પ્રવાસન, વન અને મહિલા બાળ તથા કલ્યાણ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા દિપ પ્રાગટય કરીને મેળો ખુલ્લો મુકયો હતો. મંત્રીશ્રીના હસ્તે ગ્રામીણ રમોત્સવ તેમજ માહિતી ખાતા દ્વારા ગુજરાતની વિકાસગાથા અને લોકકલા- સંસ્કૃતિની ઝાંખી કરાવતું સુંદર તસ્વીરી પ્રદર્શન ઉપરાંત અન્ય પ્રદર્શન સ્ટોલોનું ઉØઘાટન કરવામાં આવ્યું હતું અને રાત્રે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાવટીના કલાકારો ભજન-સંધ્યા અર્પણ કરી હતી. તા.13મી સપ્ટેમ્બરના રોજ સવારે 10.25 કલાકે પાળીયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંતશ્રી પ.પૂ. નિર્મળાબા ઉનડબાપુની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ અને શિવપૂજન થશે. રાત્રે 9.30 કલાકે પંચાયતના સ્ટેજ ઉપર સુરેન્દ્રનગર માહિતી કચેરી આયોજીત લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે. તા.14 મી સપ્ટેમ્બરના રોજ સાંજે 5-00 કલાકે ગંગા અવતરણ આરતી થશે અને મેળાના મેદાનમાં માટલા દોડ, રસ્સા ખેંચ, સ્લો સાઈકલીગ, પરંપરાગત રાસ અને હુડા જેવા કાર્યક્રમો યોજાશે. જયારે બપોરે રાસ-ગરબા, દોરડા, છત્રી હરીફાઈ, પાવા હરીફાઈ જેવા કાર્યક્રમ યોજાશે અને રાત્રે લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે. તા.14મી સપ્ટેમ્બરના રોજ સવારે 11.00 કલાકે રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહેશે અને ગ્રામિણ રમતોત્સવની મુલાકાત લઈ વિવિધ સ્પર્ધાઆેના વિજેતાઆેને ઈનામ વિતરણ કરશે. આ પ્રસંગે સાંસદ દેવજીભાઈ ફતેપરા તથા ધારાસભ્યઆે ઉપસ્થિત રહેશે.

Comments

comments