તરણેતર મેળા માટે વાંકાનેર-મોરબી વચ્ચે સ્પેશ્યલ ડેમુ ટ્રેન સેવા

September 12, 2018 at 3:40 pm


રાજકોટઃ પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝન પર થાન સ્ટેશન પાસે દર વર્ષે આયોજિત થતા તરણેતર મેળા દરમિયાન, મુસાફરોની સુવિધા માટે તા.12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી (ચાર દિવસો માટે) વાંકાનેર તથા મોરબી વચ્ચે સ્પેશ્યલ ડેમુ ટ્રેન ચલાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર પી.બી.નિનાવેએ જણાવ્યા મુજબ આ ડેમૂ ટ્રેન તા.12 થી 15 સપ્ટેમ્બર બપોરે 14 કલાકે મોરબીથી ઉપડીને 14ઃ04 કલાકે નજરબાગ, 14ઃ13 કલાકે રફાલેશ્વર, 14ઃ23 કલાકે મકનસર 14ઃ31 કલાકે ઘુવા તથા 14ઃ50 કલાકે વાંકાનેર પહાેંચશે. પરતમાં આ ટ્રેન બપોરે 15ઃ00 કલાકે વાંકાનેરથી ઉપડીને 15ઃ11 કલાકે ધુવા, 15ઃ17 કલાકે મકનસર, 15ઃ24 કલાકે રફાલેશ્વર તથા 15ઃ37 કલાકે નજરબાગ તથા 15ઃ50 કલાકે મોરબી પહાેંચશે.

Comments

comments