તરસમીયા રોડ, ખારશીમાં વિધાર્થીને ભાડે આપેલા મકાનના મામલે ધમાલ

April 15, 2019 at 2:03 pm


શહેરના તરસમીયા રોડ પર ખારશી વિસ્તારમાં વિધાર્થીને ભાડે આપેલ મકાનના મામલે ત્રણ શખ્સોએ ધમાલ મચાવી મહિલા સહિત ત્રણ પર હત્પમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાતા ભરતગનર પોલીસે તપાસ હાથ ધરી હતી.
ભરતનગર પોલીસ સુત્રોથી પ્રા વિગતો મુજબ શહેરના તરસમીયા રોડ પર ખારશી વિસ્તારમાં હનુમાનજીના મંદિર નજીક રહેતા મુકેશભાઇ અરવિંદભાઇ ડાભી (ઉં.વ.૨૮) એ આ જ વિસ્તારમાં રહેતો કરશન પ્રવિણભાઇ મકવાણા અને બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ એવી ફરિયાદ નોંધાવી હતી કે પોતાના ભાઇ દિલીપભાઇએ વિધાર્થીને પોતાનું મકાન ભાડે આપ્યુ હોય જેની દાઝ રાખી કરશન પ્રવિણભાઇ મકવાણા અને તેની સાથેના અજાણ્યા બે શખ્સોએ દિલીપભાઇ સાથે બોલાચાલી કરી ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ દિલીપભાઇ ફરિયાદી મુકેશભાઇ અને દિલીપભાઇના પત્ની પર હત્પમલો કરી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છુટા હતા.મુકેશભાઇએ નોંધાવેલી ફરિયાદના આધારે ભરતનગર પોલીસ મથકના હેક.ો. યુ.એમ.નુંબડીયાએ ત્રણેય શખ્સો વિરૂદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

Comments

comments