તરસ્યું રાજકોટઃ નર્મદા ન મળે તો કાલે પણ પાણીકાપ

September 12, 2018 at 3:28 pm


વધુમાં ઈજનેરી વતુર્ળોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરને નર્મદાનું પાણી પૂરું પાડતાં જીડબલ્યુઆઈએલના મુખ્ય પમ્પીગ સ્ટેશન એન.સી.-32માં રિપેરિ»ગ અને મેઈન્ટેનન્સની કામગીરીના કારણે શટડાઉન લેવામાં આવ્યો હોય જીડબલ્યુઆઈએલની આેથોરિટીના જણાવ્યા અનુસાર ન્યારા હેડવર્કસ પર અને બેડી ફિલ્ટર પ્લાન્ટ પર ગઈકાલે પાણી પૂરવઠો નહી મળતાં આજે તા.12ના રોજ પશ્ચિમ રાજકોટના મવડી ઝોનના વોર્ડ નં.8,11,12 અને 13, બજરંગવાડી ઝોનના વોર્ડ નં.2 અને 3 તેમજ 150 ફૂટ રિ»ગરોડ ઝોનના વોર્ડ નં.9 અને 10 સહિત કુલ 8 વોર્ડમાં આજે પાણી વિતરણ બંધ રાખવા ફરજ પડી હતી.

દરમિયાન મહાપાલિકાના ઈજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે મોડી સાંજ સુધીમાં રાજકોટને નર્મદા નીર ન મળે તો આવતીકાલે ઉપલાકાંઠા વિસ્તાર અને મધ્ય રાજકોટ વિસ્તાર મતલબ કે ઈસ્ટઝોન અને સેન્ટ્રલ ઝોનમાં પાણીકાપ મુકવા ફરજ પડશે. ‘જો’ રાત્રિ સુધીમાં નર્મદા નીર મળી જશે ‘તો’ પાણી વિતરણ થઈ શકશે પરંતુ કલાકો મોડું વિતરણ થશે. રાજકોટને ગઈકાલથી નર્મદા નીર મળવાનું બંધ થઈ ગયું હોય તમામ પાણીના ટાંકા ખાલી થઈ ગયા છે. તદ્ઉપરાંત લાઈન પણ ખાલી છે આથી નર્મદા નીર મળવાનું શરૂ થાય ત્યારબાદ લાઈન ચાર્જ કરવામાં આવે અને પાણીના ટાંકામાં સ્ટારેજ થાય ત્યારબાદ વિતરણ કરી શકાય તેમ છે આથી રાજકોટ સુધી પાણી પહાેંચે ત્યારબાદ પણ લાઈન ચાજિ¯ગ અને સ્ટોરેજની પ્રક્રિયામાં પાંચથી છ કલાક જેવો સમય લાગી જશે આથી આવતીકાલે સેન્ટ્રલ ઝોન અને ઈસ્ટઝોનમાં પાણી વિતરણ ખોરંભે થવાની દહેશત નકારી શકાતી નથી.

દરમિયાન પાણીની સ્થિતિની સમીક્ષા માટે આજે વોટર વર્કસ મેનેજમેન્ટ બ્રાન્ચના સિટી એન્જિનિયર વી.સી.રાજ્યગુરૂના અધ્યક્ષસ્થાને તમામ ઝોનના ડેપ્યુટી ઈજનેરોની બેઠક બોલાવાઈ હતી જેમાં રૈયાધાર ઝોનના ઉમટ, ન્યારી ઝોનના ઢોલરીયા, આજી અને બેડી ઝોનના હર્ષદ પરમાર તેમજ ભાદર ઝોનના અશોક પરમાર સહિતના ઈજનેરો ઉપસ્થિત રહ્યા હતા.

Comments

comments

VOTING POLL