તળાજાઃ ભેગાળી ગામે કારમાંથી 1536 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

November 8, 2019 at 11:19 am


તળાજાનાં ભેગાળીની સીમમાંથી પોલીસે ચોકકસ બાતમીનાં આધારે વિદેશી દારૂની બોટલ નં.1536 અને બોલેરો કાર સાથે કુલ રૂપિયા 9,85,050નાં મુદ્દામાલ સાથે આરોપી વનરાજ ધનજીભાઇ પરમારની તળાજા પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ તળાજા પોલીસ દ્વારા આજે ચોકકસ બાતમી દ્વારા તળાજાનાં ભેગાળીની સીમમાં ઠાડચ ગામનાં વનરાજ ધનજીભાઇ પરમારનાં પરમારનાં કબ્જામાં રહેલ પાસ પરમીટ વગરનો જુદી જુદી કંપનીની વિદેશી દારૂની બોટલ નં.1536 કિંમત રૂપિયા 4,85,000 તથા બોલેરો કારની કિંમત રૂપિયા 4 લાખ તથા મોબાઇલ નંગ મળી કુલ કિંમત રૂપિયા 9,85,050નાં મુદ્દામાલ સાથે વનરાજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી તળાજા પોલીસે આ દારૂ કયાંથી લવાયો હતો અને કોને ત્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે પુછતાછ કરી કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરી છે.

Comments

comments