તળાજાના વિપ્ર યુવાને દેવું થઈ જતા ઝેરના પારખાં કર્યા

May 25, 2019 at 2:53 pm


તળાજા ઇરીગેશન વિભાગના કર્મચારીના પુત્ર અને કન્ટ્રકશનનો વ્યવસાય કરતા યુવાને મંદી અને ખોટના કારણે દેવું વધી જતા શુક્રવારે દકાના ગામ નજીક ઝેરી દવા પી લીધી હતી. આથી તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ. પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તળાજા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ શહેરના પોષ વિસ્તારમાં રહેતા કિશન શંકરભાઈ ભટ્ટ (ઉં.વ.૩૫)એ શુક્રવારે બપોરે ૧૨.૩૦ના સુમારે દકાના ગામ નજીક ઝેરી દવા પી જતા સારવાર અર્થે સદવિચાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, કિશન સરકારી કન્ટ્રકશનનો વ્યવસાય કરે છે. તેમાં મંદીના કારણે દેવું વધી જતાં વ્યાજે લીધેલ નાણાં હોય તેની ઉઘરાણી કરતા પોતાની જાતે ઝેરના પારખાં કર્યા હતા. નોંધનીય છે કે, કિશનનું થોડા દિવસ પહેલા અપહરણ થયાની ફરિયાદ અલગં પોલીસમાં નોંધાઇ હતી.
કિશનને દવા પીધી હોવાની વાતે ચકચાર મચાવી હતી. કિશનની વૈભવી જીંદગીથી સ્થાનિક લોકો વાકેફ છે ત્યારે વૈભવી ઝીંદગીએ આજે અંતિમ પગલું ભરવા સુધી મજબૂર થવું પડાનું અને આવી ઝીંદગી જીવતા અનેક લોકો માટે સાવચેત કરતો બનાવ છે

Comments

comments

VOTING POLL