તળાજામાં તુટતા ગઢને બચાવવા જિલ્લા ભાજપના મોવડીઆેએ કર્યું ચિંતન

July 2, 2018 at 12:49 pm


વિસે’ક વર્ષ પુર્વે જિલ્લામા ભાજપનો મજબુત ગઢ તળાજા હતો પરંતુ તે પછી વિવિધ ચુંટણીઆેમાં ગઢના કાંગરા ખરવા લાગ્યા છે ત્યારે આવનાર લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા કરવામાં આવી રહેલ ચિંતન અને ચિંતાને લઈ તળાજા ખાતે જિલ્લા મોવડીઆેએ બેઠક યોજી હતી.
તળાજા શહેર-પંથકના અનેક પ્રાણ સમા પ્રશ્નોની બાબતે સેવાતી દુર્લક્ષતા ર019માં આવનાર લોકસભાની ચૂંટણીના કારણે ભાજપને સહન કરવાનો વખત ન આવે તે માટે જિલ્લા ભાજપના અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા સહીતના જિલ્લા સંગઠનના આગેવાનોએ તળાજા માર્કેટીગ યાર્ડ ખાતે શહેર-તાલુકા સંગઠન અને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઆે સાથે ચિંતન બેઠક કરી હતી.
શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈએ જણાવ્યુ હતુ કે, સરતાનપર (બંદર) ખાતે બંધારો બાંધવો અશક્ય હોઈ તો બે ત્રણ ચેકડેમો દ્વારા મિઠા પાણીનો સંગ્રહ થાય, ભુગર્ભમાં દરિયાની ખારાશ આેછી થાય, ખેડુતોની ખેતી પાયમાલ ન થાય તે માટે સરકારે ત્વરીત કાર્યવાહી આરંભવી જોઈએ. ઉપરાંત તળાજાને જીઆઈડીસી મળે, રેલવે સુવિધા મળે, પીજીવીસીએલના પ્રશ્નોેનુ નિરાકરણ આવે તે સહીતના મોટા અને લોકો નાેંધ લે તેવા પ્રશ્નોનું નિરાકરણ માટે પરામર્શ કરવામાં આવેલ. મોવડીઆે તરફથી લોકોનો સંપર્ક વધારવો, જે કંઈ મહત્વના પ્રશ્નો હોઈ તેની યોગ્ય રજુઆતો કરવી, સરકાર દ્વારા જે મહત્વના નાના-મોટા વિકાસના લોક ઉપયોગી કામો કરવામાં આવ્યા છે તે કામોનો પ્રચાર કરવાનો આદેશ મળ્યો હતો. આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીને લઈ કેન્દ્રના સભ્યો પણ દરેક તાલુકા-જિલ્લા મથકે આવશે. અપેક્ષીતોને સાંભળશે તેની પણ તૈયારી કરવા જણાવ્યુ હતું.

Comments

comments

VOTING POLL