તળાજામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા થશે ગટરના પાણીનું શુધ્ધીકરણ

August 22, 2018 at 12:46 pm


દસ કરોડના ખર્ચે આ પ્લાન્ટ હુડકોની ખુંી જગ્યામાં બનાવવામાં આવશે

તળાજા શહેરમાં ભૂગર્ભ ગટરના કામો થયા છે અને ભૂગર્ભ ગટર કાર્યરત થતા સરકાર દ્વારા સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને મંજૂર કરવામાં આવ્યો છે જેનો લાભ આવનારા દિવસોમાં તળાજા નગર પાલિકાને મળશે. પ્લાન્ટમાં ખાતર અને ફેક્ટરીને લાયક પાણી બનશે. જેમાંથી પાલિકાને આવક પણ થશે.
તળાજા નગર પાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ પૂર્ણ થયુ છે. ગટરોને કાર્યરત કરવામાં આવી છે. રાજ્યની જે નગરપાલિકાઆેમાં ભૂગર્ભ ગટરના કામો પૂર્ણ થયા છે. તેમાંની તળાજા ન.પા. હોઈ સરકાર દ્વારા અંદાજીત દસ કરોડના ખર્ચે સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યો છે.
આ પ્લાન્ટ હુડકોની ખુંી જગ્યામાં બનાવવામાં આવશે. ગટરનું તમામ પાણી અહી જમા થશે. પ્લાન્ટ દ્વારા તેમાથી ખાતર અને ટ્રીટમેન્ટ થયેલ પાણી અલગ પડશે.
ખાતરનો ઉપયોગ ખેતર વાડીમાં થશે તથા પાણી ફેકટરીઆેના કામમાં વાપરી શકાય તેવું હશે. દરરોજ હજારો લીટર પાણી અને ખાતર વેંચી શકાશે. જેની સરકારને આવક થશે. એ ઉપરાંત તળાજી નદીમાં આેવરફલો થઈને આપતા ગટરના પાણી નદીમાં નહી વહે જેથી નદીનું શુધ્ધી કરણ જળવાશે. જેના કારણે રોગચાળો વકરવાની દહેરાતમાંથી મુિક્ત મળશે.

Comments

comments

VOTING POLL