તળાજા નજીક અકસ્માત સજીર્ ત્રણના મોત નિપજાવનાર ફરાર વાહન ચાલક ઝડપાયો

July 9, 2018 at 12:03 pm


27મેના બાઇકને ઠોકર મારતા ત્રણના મોત થયા હતા

ગુનો અને ગૂનેગારનો ભેદ ઉકેલવામાં સીસી ટીવી કેમેરા કેટલા મદદરૃપ થાય છે તેનો પૂરાવો આપતો દાખલો તળાજા પોલીસે દિશા સૂચન કરતો બેસાડયો છે. આશરે સવા મહિના પહેલા તળાજાની ભાગોળે ત્રિપલ સવાર બાઈક ચાલકોને હડફેટે લઈ મોત નીપજાવી વાહન સાથે ફરાર ડ્રાયવરને સી.સી.ટી.વી.ના કારણે વાહન સાથે ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે દિવ થી વડોદરા સુધી વાહનના મળતા લોકેશન સીસી ટીવીમાં તેના આધારે આરોપીને ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ ગત તા.ર7-પના સાંજે 7-4પ કલાકે તળાજા નજીક મહુવા હાઈવે પર બાઈકને ઠોકર મારી અજાÎયો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જેમાં બાઈક પર સવાર નિતીન નરશીભાઈ ભાલીયા (ઉં.વ.18), પવન મૂકેશભાઈ શીયાળ (ઉં.વ.1પ) (રે.બંને તળાજા), હાર્દિક બટુકભાઈ (રે.ડુંગર)ના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા. ગોઝારો અકસ્માત સર્જનાર ફરાર વાહન અને તેના ડ્રાઇવરને ઝડપી લેવા માટે મૃતકના પરિવારજનો તળાજા ન.પા. ઉપપ્રમુખ દિનેશભાઈ પરમાર, રમેશભાઈ ભાલીયા સહિતના યુવાનો, તળાજા પોલીસ મથકના પો.ઈ. બી.એમ.લશ્કરી, યોગરાજસિંહ વાળા, વનરાજસિંહ ગોહિલ, અનિલભાઈ ભટ્ટી સહિતનાની ટીમે શોધખોળ હાથ ધરી હતી.
તળાજા હાઈ-વે પર લાગેલા સીસી ટીવી ફુટેજ ચેક કરવામાં આવતા ટેમ્પો ટ્રાવેલ એ જ સમયે કેમેરામાં કેદ થયેલ અને એક જ લાઈટ ચાલુ હોવાનું ધ્યાને આવ્યુ હતું. આથી નક્કી થયુ હતુ કે ટેમ્પો ટ્રાવેલ છે પરંતુ વાહનનો નંબર આેળખી શકાતો ન હતો. દરમિયાનમાં તપાસ કરતા દિવથી વડોદરા સુધીના હાઈવે અને શહેરોના રસ્તાઆેના સતત સવા મહિના સુધી કેમેરાઆે ચેક કરવામાં આવ્યા હતા. જેમાં વાંસદા ટોલનાકા પર વાહન અને નંબરનું ડિટેકશન મળતા વાહનના મૂળ માલીક કે જેમના નામે વાહન નાેંધાયેલ હતુ તેની સુધી પોલીસ પહાેંચી શકી હતી. વાહન માલીકે પોતાનું ટેમ્પો ટ્રાવેલ વાહન જી.જે.06-એ.વી.1140ની કબુલાત આપી ડ્રાયવર ગૌસખાન ઉર્ફે સુલ્તાન અશરફખાન પઠાણ (ઉં.વ.31, રે.આતીફ નગર, રહેમત કબ્રસ્તાન પાછળ, બરોડા)ની પોલીસે વાહન સાથે અટકાયત કરી તળાજા પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો. તળાજા પોલીસે આઈપીસી ર79, 304(અ), એમવી એક્ટ 177, 184, 134 મુજબ ધરપકડ કરી ચાલકની પૂછપરછ હાથ ધરી છે.

Comments

comments