તળાજા ફાયરીગ કરનાર શૈલેષ ધાંધલ્યા સહિત ત્રણ ઝડપાયા

August 28, 2018 at 2:43 pm


અમદાવાદ પોલીસે ગત મોડી રાત્રે ફાયરીગ કરનાર મુકેશ શિયાળ, શૈલેષ ધાંધલ્યા તથા ભદ્રેશ ઉર્ફે સુરાની કરી ધરપકડ ઃ એલસીબી કબ્જો લેવા રવાના

તળાજા શહેરમાં આવેલ લક્ષ્મીનગરમાં જમીન ખાલી કરી દેવાના મામલે હવામાં ફાયરીગ કરી યુવાનને ધમકી આપી નાસી છુટેલા કુખ્યાત શૈલેષ ધાંધલીયા અને તેના બે સાગરીતોની અમદાવાદ પોલીસે ગત મોડીરાત્રે ધરપકડ કરી હતી. ઝડપાયેલા મુકેશ શિયાળ, શૈલેષ ધાંધલ્યા અને ભદ્રેશ ઉર્ફે સુરાનો કબ્જો લેવા ભાવનગર એલસીબી અમદાવાદ જવા રવાના થઇ હોવાનું જાણવા મળ્યુ હતુ.
તળાજા શહેરના લક્ષ્મીનગરમાં આવેલી જમીન ખાલી કરી તેનો કબ્જો મેળવવાના ઇરાદે કુખ્યાત શૈલેષ ધાંધલ્યા અને તેના સાગરીતોએ યુવાન સામે રિવોલ્વર તાકી હવામાં ફાયરીગ કરી માર મારી ધમકી આપી નાસી છુટયાની ઘટના અંગે જે તે સમયે તળાજા પોલીસ મથકમાં યુવાને ફરીયાદ નાેંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ સમગ્ર ઘટનાની તપાસ બાદમાં ભાવનગર એલસીબીને સાેંપવામાં આવી હતી. દરમ્યાનમાં તળાજાના યુવાન સામે રિવોલ્વર તાકી હવામાં ફાયરીગ કરી ધમકી આપી જમીનનો કબ્જો સાેંપી આપવા દબાણ કરી નાસી છુટેલા મુકેશ મગન શિયાળ, શૈલેષ ધાંધલ્યા તથા ભદ્રેશ ઉર્ફે સુરો ગોસ્વામી ગત મોડી રાત્રે અમદાવાદ આસિ.કમિñર આેફ પોલીસ ડિપાર્ટમેન્ટના હાથે ઝડપાઇ ગયો હતો.
તળાજામાં ફાયરીગ કરનાર કુખ્યાત શૈલેષ ધાંધલ્યા સહિત ત્રણ અમદાવાદ પોલીસના હાથે ઝડપાયા અંગેની જાણ ભાવનગર પોલીસને કરાતા ફાયરીગની ઘટનાની તપાસમાં રહેલી એલસીબીની ટીમ તેનો કબ્જો લેવા અમદાવાદ જવા રવાના થઇ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.

મુખ્ય ત્રણ આરોપી ઝડપાયા
તળાજા શહેરનાં લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી જમીન ખાલી કરાવવા તેનો કબ્જો મેળવવાનાં મામલે કુખ્યાત શૈલેષ ધાંધલ્યા અને તેના સાગરીતોએ હવામાં ફાયરીગ કરી ધમકી આપ્યાની ઘટના મામલે યોગેશભાઇ રામજીભાઇ પરમારએ શૈલેષ, મુકેશ શિયાળ સહિત નવ સામે 16 મી આેગષ્ટએ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નાેંધાવી હતી.

Comments

comments

VOTING POLL