તળાજા-મહુવા પંથકના કિમીયાગરોએ મહારાષ્ટ્રમાં કર્યું 28 કરોડનું ચિટીગ!!

February 23, 2018 at 2:35 pm


ઇનામોની સ્કીમ મુકી 2200 લોકોને શીશામાં ઉતારી
મહુવા-દાઠા પોલીસ મથક વિસ્તારમાં મહારાષ્ટ્ર પોલીસ તપાસ પાસે આવી

મહારાષ્ટ્ર પોલીસની ટીમ તળાજાના દાઠા અને મહુવા પોલીસ મથક નીચેના વિસ્તારમાં આવતા આેથા અને બોરડા ગામાં ત્રાટકી હતી. સ્થાિન્ક પોલીસની મદદગારી સાથે ત્રાટકેલી મુંબઇ પોલીસ ચિટીગના મામલે તપાસ અથ£ આવી છે આ વિસ્તારના કેટલાંક શખ્સોએ મળી 28 કરોડ રૂપિયાનું અનેક લોકો સાથે ચિટીગ કર્યાની વાત જાણવા મળી રહી છે.
તળાજા અને મહુવા વિસ્તારમાં ચકચાર મચાવતા બનાવની આધારભુત સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર મહારાષ્ટ્ર પોલીસના એક પો.સ.ઇ. અને તેની સાથે પાંચ પોલીસ જવાનોની એક ટીમએ સ્થાનિક પોલીસની મદદથી મહારાષ્ટ્રમાં છેતરપીડી કરવાના નાેંધાયેલ ગુના સબબ રેડ કરી હતી.
મહુવાના આેથા ખાતે પોલીસે રેડ કરી તપાસ હાથ ધર્યા બાદ દાઠાના બોરડા ખાતે પણ સ્થાનિક પોલીસની મદદથી સર્ચ આેપરેશન હાથ ધર્યું હતું. સુત્રોએ જણાવ્યું હતું કે બોરડા અને આેથાના વ્યિક્તએ મળી મહરાષ્ટ્રમાં મોટા ઇનામો આપવાની લોભામણી સ્કીમ મુકી હતી. મોટા ઇનામો મળશે તેવી આશાએ આશરે 2200 વ્યિક્તઆે જોડાયા હતા. ગ્રાહક સ્વરૂપે જોડાયેલ 2200 વ્યિક્તઆેને ચુનો ચોપડી, આશરે 28 કરોડ રૂપિયાનું ફºલેકું ફેરવી અહી ભાગી આવ્યા હતા. મુંબઇ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા અને 28 કરોડની છેતરપીડીના આરોપીઆેની ધરપકડ કરવા મહારાષ્ટ્ર પોલીસ અહી ત્રાટકી છે.
જો કે આરોપીઆેને પોલીસ પોતાની ગરદન દબોચે તે પહેલા ખબર પડી જતા શખ્સો ભાગી ગયાની વાત પણ સુત્રોએ ઉમેરી હતી જો કે તપાસ અથ£ આવેલ પોલીસ ટુકડીને આરોપીઆેને દબોચીને સાથે જ લાવવા તેવી સુચના પણ હોવાનું જાણવા મળેલ છે. આ બનાવને લઇ તળાજા-મહુવા પંથકમાં ચકચાર મચી ગઇ છે. તળાજા પંથકમાં પણ નબળી કવોલીટીની વસ્તુઆે આપીને છેતરપીડી કરવાના અનેક બનાવો બન્યા છે. પોલીસના નાક નીચે જ લોભામણી સ્કીમના ઇનામો ડ્રાે યોજાતા હતા.

Comments

comments

VOTING POLL