તહેવારો પર રાંધણ ગેસ અને રોકડની કટોકટી સજાર્ય તેવી ભીતિ

October 8, 2019 at 10:56 am


અત્યારે તહેવારોની સીઝન ચાલી રહી છે. ચારે બાજુ નવરાત્રી-દશેરાની ઉજવણી ચાલી રહી છે તો થોડા દિવસ બાદ ધનતેરસ-દિવાળી જેવા મોટા તહેવાર પણ આવી રહ્યા છે. આવામાં રસોઈ ગેસ, ડીઝલ-પેટ્રાેલ અને રોકડની વધુ જરૂરિયાત ઉભી થવાની છે. બીજી બાજુ એલપીસી ઉપલબ્ધ કરાવનારી કંપનીઆે પાસે એક-એક સપ્તાહ કરતાં વધુનું વેઈટિંગ ચાલી રહ્યું છે. બીજી બાજુ તહેવારો પર બેન્કોની રજા વધુ હોવાને કારણે રોકડની પણ કટોકટી સજાર્ઈ શકે છે.

એલપીજી ઉપલબ્ધ કરાવનારી કંપનીઆેના સિલીન્ડર ઉપર પાંચથી 10 દિવસનું વેઈટિંગ ચાલી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે સપ્લાય ઉપરથી પ્રભાવિત થવાથી સિલીન્ડર વિતરણમાં મોડું થઈ રહ્યું છે જેના કારણે ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે.
તહેવારી સિઝનમાં બેન્કોની રજા હોવાને કારણે એટીએમ ઉપર ભીડ વધશે જેના કારણે રોકડની કમી સજાર્ઈ શકે છે.

Comments

comments