તાજીયા ઝુલુસનાં આયોજન અથ£ બેઠક મળી

September 6, 2018 at 2:36 pm


શહેરમાંથી 35 જેટલા તાજીયા ઝુલુસ નિકળશે ઃ તડામાર તૈયારીઆે શરૂ થઇ

મુિસ્લમ બિરાદરોનો પવિત્ર મહોરમનો તહેવાર અંદાજે આગામી તા.21ના રોજ યોજાશે. આ તહેવારના પુર્વ આયોજન માટે ભાવનગર શહેર સેન્ટ્રલ તાઝીયા કમિટીની બેઠક કસ્બાના પ્રમુખ મહેબુબભાઇ શેખના અધ્યક્ષ સ્થાને કસ્બા અંજુમને ઇસ્લામની આેફિસ ભાવનગર ખાતે મળી હતી.
આ બેઠકમાં ભાવનગર શહેર સેન્ટ્રલ તાજીયા કમિટીના પ્રમુખ પદે સૈયદ હુસેનમીયાબાપુ અલ્ફદાક, ઉપપ્રમુખપદે અબ્દુલરઝાક એસ.કુરેશી, ચીફ સેક્રેટરી હનીફભાઇ ચૌહાણ (મોટાભાઇ) સહિતના સભ્યોની સવાર્નુમતે વરણી કરવામાં આવી હતી. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરમાંથી અંદાજે 35 જેટલા તાજીયા ઝુલુસ અને માનતાના બનાવેલા તાજીયા ઝુલુસ નિકળશે. આ ઝુલુસ શહેરના રાજમાર્ગો પર ફરશે. તાજીયા ઝુલુસના રૂટ ઉપર લાઇટ, રોડ-રસ્તા, પાણી, સફાઇ સહિતની સુવિધાઆે બાબતે આ બેઠકમાં રજુઆતો કરવામાં આવી હતી.
આ બેઠકમાં મુિસ્લમ સમાજના આગેવાનો, નગરસેવક ઇકબાલભાઇ આરબ, કાળુભાઇ બેલીમ, આસીફશેખ (બાપેસરા), સિરાજભાઇ નાથાણી, મુસ્તુફાભાઇ ખોખર, નુરઅલી વિરાણી, સલીમ શેખ, ઇમરાન શેખ (બોસ), સલીલ પઠાણ, ગફારભાઇ હબીબાણી (બોસ) સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા.

Comments

comments

VOTING POLL