તાપીભાઇ સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં આગભભૂકી

August 20, 2018 at 1:16 pm


શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલ સરતાકી આયુર્વેદીક હોસ્પિટલમાં મધ્યરાત્રી બાદ આગ ભભુકી ઉઠતા ટેબલ સહિતની વસ્તુઆે બળીને ખાક બની હતી. શહેરના પાનવાડી વિસ્તારમાં એસ.ટી.વર્ક શોપની સામે આવેલ તાપીબાઇ સરકારી આયુર્વેદ હોસ્પિટલના પંચકર્મના પુરૂષો માટેના શેક વિભાગમાં ગત મધ્યરાત્રી બાદ આગ ભભુકતા ટેબલ સહિતના વસ્તુઆે બળીને ખાક બની હતી. આગ લાગ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડના કાફલાએ દોડી જઇ આગને આેલવી હતી. આગ લાગવાનું કારણ તેમજ નુકશાની અંગેની કશી વિગતો પ્રાપ્ત થઇ ન હતી.

Comments

comments