તામિલનાડુના વેલ્લોરની ચૂંટણી રદ કરતા રાષ્ટ્ર્રપતિ: કાલે મતદાન થવાનું હતું

April 17, 2019 at 10:44 am


ચૂંટણી પંચની ભલામણ પર રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદ એ તામિલનાડુની વેલ્લોર લોકસભા સીટની ચૂંટણી રદ્દ કરી દીધી છે. વેલ્લોર સીટ પર રાયની અન્ય સીટોની સાથે ૧૮ એપ્રિલના રોજ ચૂંટણી થવાની હતી. અહીં ડીએમકે ઉમેદવાર સાથે જોડાયેલ એક વ્યકિતના સિમેન્ટ ગોડાઉનમાંથી અંદાજે ૧૨ કરોડ પિયાની રોકડ મળતા આ નિર્ણય કર્યેા છે.

લોકસભા ચૂંટણીની અધિસૂચના રાષ્ટ્ર્રપતિ રજૂ કરે છે. એવામાં ચૂંટણી રદ્દ કરવી પણ તે તેમના જ અધિકાર ક્ષેત્રમાં આવે છે. રોકડ જ થયા બાદ ચૂંટણી પંચે રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો હતો.

ઇન્કમ ટેકસ વિભાગે વેલ્લોર જિલ્લામાં ૧ એપ્રિલના રોજ દ્રવિડ મુનેત્ર કડગમ (દ્રમુક)ના એક પદાધિકારીના સિમેન્ટ ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં રોકડ જ કરી હતી. ઇન્કમ ટેકસ વિભાગના અધિકારીઓને આ પદાધિકારીના સિમેન્ટ ગોડાઉનમાંથી કાર્ટુનો અને બોરોમાંથી રોકડ મળી હતી. કુલ ૧૨ કરોડની રોકડ કહેવાય છે. જે ડીએમકે પદાધિકારીના ગોડાઉનમાંથી પિયા જ કર્યા તે તેની પાર્ટીના કોષાધ્યક્ષ દુરઇમુગનના નજીક મનાય છે.

આશકં વ્યકત કરાઇ હતી કે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે અને મતદાતાઓને પૈસા વહેંચવા માટે કેશની સગવડ કરાઇ હતી. દુઇમુગનના દીકરા ડી.એમ.કથિર આનદં વેલ્લોર સીટ પરથી દ્રમુકના ઉમેદવાર છે. આ સીટ પરથી ૨૩ ઉમેદવાર મેદાનમાં છે. આનદં એ દરોડાની કાર્યવાહી રોકવા માટે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ સફળતા મળી નહીં. આની પહેલાં પણ દુરઇમુગનના વેલ્લોર સ્થિત ઘરે દરોડા પાડી ૧૦ લાખ પિયા જ કરાયા હતા.
તામિલનાડુના ચૂંટણી અધિકારી સત્યવ્રત સાહત્પ એ કહ્યું હતું કે તપાસ અભિયાન પૂર્ણ થયા બાદ ઇન્કમટેકસ વિભાગને રિપોર્ટ સોંપ્યો હતો. ઇન્કમટેકસ વિભાગના અધિકારીઓના મતે રોકડ દુરઇમુગન શૈક્ષણિક ટ્રસ્ટની જવાબદારી વાળી કિંગ્સટન કોલેજથી વેલ્લોરના સિમેન્ટ ગોડાઉનમાં શિટ કરાયા હતા

Comments

comments

VOTING POLL