તામિલનાડુમાં દેશને અશાંત કરવાના ષડયંત્રનો પર્દાફાશ: એનઆઇએના દરોડા

July 14, 2019 at 11:40 am


રાષ્ટ્ર્રીય તપાસ એજન્સીને એક મોટી સફળતા પ્રા કરતા તમિલનાડુમાં એક એવા સંગઠનનો પર્દાફાશ કર્યેા છે, જે દેશમાં આતંકવાદી હત્પમલાનું કાવત્રું રચી રહ્યું હતું. એનઆઇએના અનુસાર આ સંગઠન દેશમાં ઇસ્લામિક રાયની સ્થાપનાને ઇરાદાઓ ધરાવે છે. એનઆઇએ ચેન્નાઇ અને નાગાપટ્ટિનમ જિલ્લામાં આવેલ ત્રણેય શંકાસ્પદ સ્થળો પર શનિવારે દરોડા પાડવામાં આવ્યા, જેમાં આ ખુલાસો થયો.
એનઆઇએની તરફથી ૯ જુલાઇના રોજ રજિસ્ટર્ડ કરવામાં આવેલા કેસ અનુસાર શંકાસ્પદ આતંકવાદી ચેન્નાઇ અને નાગપટ્ટિનમ જિલ્લાના રહેવાસી છે. તે ઉપરાંત સમગ્ર દેશ અને તેની બહાર પણ અનેક લોકોતેની સાથે જોડાયેલા છે જે ભારત સરકારની વિદ્ધ યુદ્ધ છેડવાનું કાવત્રું રચી રહ્યા હતા. આ અરાજકતત્વોએ અંસાલ્લા નામનું આતંકવાદી સંગઠન પણ બનાવ્યું છે.

એનઆઇએનું કહેવું છે કે આરોપી સૈયદ મોહમ્મદ બુખારી, હસન અલી અને મોહમ્મદ યુસુફુદ્દીન અને તેના સહયોગીઓએ મોટા પ્રમાણમાં ફડં એકત્ર કયુ છે. આ લોકો ભારતમાં આતંકવાદી હત્પમલાનું ષડયત્રં પાર પાડવાની તૈયારી કરી રહ્યા હતા. આ આતંકવાદીઓને મનસુબો ભારતમાં ઇસ્લામિક રાયની સ્થાપના કરવાનું છે. બિનકાયદેસર ગતિવિધિઓ અટકાવવા માટેના કાયદા હેઠળ આ શંકાસ્પદ વિદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એનઆઇએએ ચેન્નાઇ ખાતે સૈયદ બુખારીના ઘર તથા ઓફીસ પર દરોડા પાડા. આ ઉપરાંત નાગપટ્ટિનમ જિલ્લામાં હસન અલી અને મોહમ્મદ યુસુફુદ્દીનાં ઘરે દરોડા પાડવામાં આવ્યા.

આ ત્રણેય શંકાસ્પદો સાથે હાલ એનઆઇએ પુછપરછ કરી રહી છે અને તેમને ઝડપથી ધરપકડ કરવામાં આવી શકે છે. એનઆઇએએ પોતાની દરોડાની કાર્યવાહી કરતા ૯ મોબાઇલ, ૧૫ સિમકાર્ડ, ૭ મેમોરી કાર્ડ, ૩ લેપટોપ, ૫ હાર્ડ ડિસ્ક, ૬ પેન ડ્રાઇવ, ૨ ટેબલેટ અને ત્રણ સીડી અને ડીવીડી જ થઇ છે. આ ઉપરાંત તમામ મેગેજીન્સ, બેનર્સ, નોટિસ, પોસ્ટર્સ અને પુસ્તકો પણ જ કરવામાં આવ્યા છે.

Comments

comments