તારક મહેતામાં દિશા વાકાણીની રીએન્ટ્રી…

October 7, 2019 at 10:23 am


‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાનીની વાપસીની ચર્ચાએ જોર પકડ્યું છે. જેને લઈને ફેન્સનું એક્સાઇટમેન્ટ લેવલ ચારગણું થઇ ગઇ છે, પરંતુ દિશા શૉમાં કેવી રીતે એન્ટ્રી કરશે તેની ખબર મળી નથી. જોકે મીડિયા અહેવાલ પ્રમાણે, દિશા વાકાણી ટૂંક સમયમાં શૉનું શુટિંગ કરવાની છે. તેમજ દિશાની એન્ટ્રી ઘણી જબરજસ્ત થવાની છે. ઉલેખ્ખનીય છે કે, તે નવરાત્રી ફંક્શન વચ્ચે શૉમાં એન્ટ્રી લેશે. હાલ તો તેના પતિ જેઠાલાલ દયાની વાપસીને લઈને સૌથી વધુ ઉત્સુક છે. શૉના મેકર્સ દયાબેનની એન્ટ્રીને સ્પેશિયલ બનાવશે. શૉના પ્રોડ્યુસર અસિત મોદીએ આ ખબરની પુષ્ટિ કરી છે. જોકે હજી તેને આવતા એકાદ મહિના જેટલો સમય લાગી શકે છે. જોકે તેમ છતાં દયાબેનની વાપસીની ખબર સાંભળી બધા ફેન્સમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.

Comments

comments