‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીનો રોલ કરતી જોવા મળશે અમી ત્રિવેદી, ચર્ચાઓ જોરમાં…

April 26, 2019 at 9:03 pm


છેલ્લાં કેટલાંક દિવસથી ચર્ચા હતી કે ટીવી એક્ટ્રેસ અમી ત્રિવેદી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીનો રોલ કરતી જોવા મળશે. દયાભાભીનો રોલ પહેલાં દિશા વાકાણી પ્લે કરતી હતી. જો કે દિશા વાકાણી સપ્ટેમ્બર, 2017થી મેટરનિટી લીવ પર છે. દયાભાભીએ 2017માં દીકરી સ્તુતિને જન્મ આપ્યો છે. માનવામાં આવતું હતું કે દયાભાભી આ શોમાં પરત આવશે. જોકે, દિશા વાકાણી હજી સુધી શોમાં આવી નથી.

 

પ્રોડ્યૂસર અસિત મોદીએ દિશા વાકાણીને શોમાં લાવવાના અનેક પ્રયાસો કર્યાં હતાં પરંતુ તેઓ સફળ થયા નહીં. અંતે, અસિત મોદીએ દિશા વાકાણીને રિપ્લેસ કરવાનું નક્કી કર્યું છે. આ માટે તેમણે દયાભાભીના રોલ માટે ઓડિશન પણ શરૂ કરી દીધા છે. અસિત મોદી દયાભાભીના પાત્રમાં જાણીતી એક પણ ટીવી એક્ટ્રેસને લેવા માંગતા નથીતો સાથેની વાતચીતમાં અમી ત્રિવેદીએ સ્પષ્ટતા કરી હતી કે તેને કોઈ રોલ ઓફર થયો નથી.

 

તો સાથે જ આ વિશે વાત કરતા અમી ત્રિવેદીએ કહ્યું હતું, ”મને ખબર નથી પડતી કે કોણે આ પ્રકારની અફવા ફેલાવી છે. શો સાથે જોડાવવાની વાત તો છોડો હજી સુધી કોઈએ મારો આ રોલ માટે અપ્રોચ પણ કર્યો નથી. દયાબેનનું આઈકોનિક પાત્ર ભજવવું સરળ નથી. જોકે, મને તક મળી તો હું જરૂરથી આ શોનો હિસ્સો બનીશ. હું માત્ર એટલું જ કહીશ કે દયાભાભીનો રોલ કરવાવાળી વાત તદ્દન ખોટી છે.”

 

અમીએ ‘ખિચડી’, ‘કુમકુમ’, ‘સજન રે ઝૂઠ મત બોલો’, ‘ચિડિયાઘર’, ‘પાપડપોલ’, ‘કિટ્ટુ સબ જાનતી હૈં’ જેવી અનેક ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે. નાનપણથી ગુજરાતી થિયેટર સાથે જોડાયેલી અમીએ અનેક ગુજરાતી નાટકો કર્યાં છે. જેમાં ‘કેરી ઓન લાલુ’, ‘રેશમડંખ’, ‘ગુજ્જુભાઈએ ગામ ગજવ્યું’, ‘કાતિલ’, ‘હું જ તારો ઈશ્વર’, ‘પપ્પા પધરાવો સાવધાન’ વગેરે સામેલ છીએ જેવી અનેક સીરિયલોમાં કામ કર્યું છે.

Comments

comments