તારક મહેતા ફેમ બાઘાના સસરાનું રાજકોટમાં હાર્ટ એટેકથી અવસાન

September 12, 2018 at 4:57 pm


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બાઘો એટલે તન્મય વેકરીયાનું સાસરુ રાજકોટમાં છે. તન્મયના સસરા જીતેન્દ્રભાઇનું ગઇકાલે હાર્ટએટેકથી નિધન થતા તે રાજકોટ આવ્યા હતા. તન્મયના પત્ની મિત્સુ વેકરીયાએ જણાવ્યું હતું કે, ગઇકાલે તેમના પિતા જીતેન્દ્રભાઇ મનસુખભાઇ વૈÛ(ઉ.72)ને ઉંઘમાં હાર્ટ એટેક આવતા નિધન થયું હતુ. જીતેન્દ્રભાઇને સંતાનમાં બે દીકરીઆે છે અને મોટી દીકરી મિત્સુના લગ્ન તન્મય વેકરીયા સાથે થયા છે. ગાેંડલ રોડ પર રહેતા જીતેન્દ્રભાઇને બે દીકરીઆે છે જેમાં મોટી દિકરી મિત્સુના લગ્ન તન્મય વેકરિયા સાથે થયા છે. મિત્સુ વેકરીયાના નાના બહેન અમેરિકા છે જે આજે રાજકોટ આવવાના છે. સસરાના ખબર મળતા જ તન્મય વેકરીયા પણ રાજકોટ આવી પહાેંચ્યા હતા. આગામી 14 સપ્ટેમ્બરના રોજ જીતેન્દ્રભાઇની પ્રાર્થના સભા કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના હોલમાં રાખવામાં આવી છે. જેમાં તારક મહેતાની ટીમના સભ્યો આવે તેવી શક્યતા છે.

Comments

comments

VOTING POLL