તાલીમી ટ્રાફિક વોર્ડનના ડ્રેસ ‘ડાગલા’ જેવા: ડિસીપ્લિનનો અભાવ

January 12, 2019 at 3:42 pm


રાજકોટ શહેરની વધતી જતી ટ્રાફિક સમસ્યાને કાબુમાં લેવા પોલીસ અધિકારીઆેએ અલગ-અલગ રીતે પ્રયાસો શરૂ કર્યા છે જેમાં ટ્રાફિક પોલીસ સાથે મદદ માટે નવા 300 જેટલા ટ્રાફિક વોર્ડનની ભરતી કરી તેમને એક માસ માટે ટ્રાફિક નિયમનની તાલીમ માટે ફિલ્ડમાં ઉતારાયા છે પરંતુ શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ કરતાં આ નવા તાલિમી ટ્રાફિક વોર્ડનની સ્થિતિ હાસ્યાસ્પદ બની રહી છે.

નવા તાલિમી વોર્ડનના ડ્રેસ ‘ડાંગલા’ જેવા છે. તો સાથે સાથે તાલિમ લેનાર આ નવા તાલિમી વોર્ડનમાં ડિસીિપ્લનનો અભાવ દેખાઈ રહ્યાે છે. પોલીસ અધિકારીઆે ટ્રાફિક બાબતે ગંભીર બનીને કામગીરી કરે છે તો આવા નવા ટ્રાફિક વોર્ડન પોલીસની શાખ ખરડાવી રહ્યા છે. શહેરના અલગ-અલગ ટ્રાફિક પોઈન્ટ ઉપર હાલ સફેદ ટી-શર્ટ અને કાળું પેન્ટ અને માથે ટોપી પહેરીને ઉભેલા ટ્રાફિક વોર્ડનને ટ્રાફિક મેનેજમેન્ટના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે પરંતુ આ નવા તાલિમી વોર્ડનો ટ્રાફિકના પાઠ ભણવાને બદલે પોતાને પોલીસ સમજી હાથમાં લાકડી લઈ દાદાગીરી કરતાં નજરે પડે છે.

ખાનગી ટ્રસ્ટના માધ્યમથી નિમણૂક પામેલા 300 જેટલા યુવક-યુવતીઆેને તાલિમી વોર્ડન તરીકે હાલ અલગ-અલગ પોઈન્ટ ઉપર મુકવામાં આવ્યા છે પરંતુ મોટાભાગના ટ્રાફિક વોર્ડન કાબરચીતરા અને રંગબેરંગી ડાગલા જેવા વસ્ત્રાે પહેરી માથે સફેદ હેટ પહેરીને રસ્તા વચ્ચે ઉભા રહી ટ્રાફિકના પાઠ શીખે છે. સામાન્ય રીતે સર્કસના જોકરની જેમ વસ્ત્રાે પહેરી હાથમાં લાકડી લઈને ટ્રાફિકના આ પાઠ ભણનાર ટ્રાફિક વોર્ડનમાં ડિસીિપ્લનનો અભાવ ઉડીને આંખે વળગે તેવો છે. કારણ કે, સામાન્ય રીતે ટ્રાફિક નિયમન માટે અને પોલીસ સાથે કામ કરનાર હોમગાર્ડઝ જેવી સંસ્થાઆેમાં ડિસીિપ્લન જરૂરી છે ત્યારે આવા તાલિમી વોર્ડન પોતાને જાણે હાથમાં લાકડી લઈ પોલીસ સમજીને કામગીરી કરે છે.

શહેરના રસ્તાઆે ઉપર ટ્રાફિકની તાલિમ લેતાં આ 300 જેટલા ટ્રાફિક વોર્ડનને નિમણૂક આપનાર બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે હાલ તાલિમી વોર્ડનના ડ્રેસનું માપ લેવાઈ ગયું છે અને ટૂંક સમયમાં જ તેમને નવા ડ્રેસ આપવામાં આવશે. પણ અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, જ્યાં સુધી અન્ય વોર્ડનની જેમ ડ્રેસ ફાળવવામાં ન આવે ત્યાં સુધી તાલિમી વોર્ડનને શું વ્યવસ્થિત ડ્રેસ આપીને રાજકોટ પોલીસની ડિસીિપ્લન જાળવવી જરૂરી છે.

હાલ શહેરમાં જે તાલિમી વોર્ડન ફરજ ઉપર છે તેઆેના યુનિફોર્મ જોઈને કોઈપણ વ્યિક્ત એ ચોકકસ નિર્ણય લઈ શકે કે આ તાલિમી વોર્ડનને પોતાના વસ્ત્રાે માટે સ્હેજ પણ સભાનતા નથી. સાથે સાથે ડિસીિપ્લનનો પણ અભાવ જોવા મળી રહ્યાે છે.
આ બાબતે સંયુકત પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, આ બાબતે તેઆે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરશે. હાલ તાલિમી ટ્રાફિક વોર્ડનના ડ્રેસ તૈયાર ન હોય તેમના માટે નકકી કરાયેલો યુનિફોર્મ સ્વખર્ચે જ પહેરવા તેમને કહ્યું હોય જેના કારણે અમુક ટ્રાફિક વોર્ડન નકકી કરેલો યુનિફોર્મ પહેરે છે.

તો કેટલાક પોતાને મનગમતાં કપડાં પહેરી તાલિમમાં આવી જાય છે. આ બાબતની તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL